________________
૧૬૭ અજર અમર બનવું હતું. મર્યાદાના કેઈપણ બંધન તેને નડતા ન હતા. નીતિન બંધને તે તેણે નેવે જ મૂકી દીધા હતા. પણ બલભદ્રજીએ કંસે કરેલે આ ઈશારો જોઈ લીધે. તે મૌષ્ટિકને એક તરફ નાંખી ચાણુરની તરફ દોડ્યા. ચાણુર શ્રીકૃષ્ણજી પર પ્રહાર કરે તે પહેલાં જ ચાણને કેણીને માર મારી શ્રીકૃષ્ણ પર પ્રહાર કરતાં રોકી લીધો...આ બાજુ આટલી વારમાં શાંતિ થતાં શ્રીકૃષ્ણજીને મૂછ વળી ગઈ. જાણે ઘેર નિદ્રામાંથી સફાળા ઉભા ન થયા હોય ! આ જોઈ યાદવેને હૈયે ઠંડક વળી. કંસને આ જોઈને અંધાપો આવવા માંડ્યો. જેમ ઘુવડ સૂર્યને ન જઈ શકે તેમ કંસ શ્રીકૃષ્ણજીને જોઈ ન શકયા. શ્રીકૃષ્ણજીએ ઉભા થતાં જ શ્રીચાણુરને યમધામને અતિથિ બનાવી દીધો ! સમુદ્રવિજયના હર્ષ અને કંસના શેકનો કોઈ પાર ન રહ્યો. વિલખા પડેલા કંસને મુનિના વચનની ખાત્રીમાં વધારો થશે. આ ચાણુ પણ કૃષ્ણના હાથે જ મરાયે !!! કે શ્રીકૃષ્ણ દ્વારા કંસને તથા બળભદ્ર દ્વારા
મૌટિકને વધ છતાંય જીવવા માટે વલખાં મારતાં કંસે હદ પાર ગુસ્સો કરતાં કહ્યું, “અરે મારા શૂરવીરે ! શું જોઈ રહ્યા છે ? ઉછળે બધા એક સામટા....હુમલે કરે અને આ કૃષ્ણને પકડો...આ ગોવાળિયાએ મારા ચાણુરને પણ મારી નાંખે છે. હવે તો તેને જીવતો છોડાશે જ નહીં. મારા બહાદુર સૈનિકે! હવે અહીં બેઠેલા જે કૃષ્ણના પક્ષનું ગીત ગાતા હોય તે બધાયને પકડે કૃષ્ણના પક્ષપાતીએ ચેરના ભાઈ ઘંટીચોર જેવા છે. તે બધા કૃષ્ણની જેમ વધને જ લાયક છે.”