________________
૧૭૧
ત
T કઈ જ્યારે ભિખારીને તિરસ્કાર કરે ત્યારે મને આશ્ચર્ય
થાય છે. તિરસ્કાર કરનારા કહે છે “સાલે, માંગણ રોજ માંગે છે. આવા વખતે મને થાય છે આ ભિખારી કે સારો માણસ છે. આટલે તિરસ્કાર લોકોને સહન કરે છે છતાંય ચોરી કરવાની જરાય ઈચ્છા કરતો નથી. ભીખ માંગવાથી કોઈ તિરસ્કરણીય હોય તે ચોરી ન કરવાથી શું આદરણીય ન કહેવાય? ખરેખર દષ્ટિને ભેદ છે.. એક સુવિચાર તમે ખાસ નોંધી લેજે. તમે એક માણસને આખી જીંદગી મૂર્ણ બનાવી શકે. તમે ઘણા માણસને ઘણીવાર મૂર્ણ બનાવી શકે. પણ તમે બધા માણસને હંમેશને માટે મૂર્ખ ન બનાવી 2151. (You can not make all the people fool for all the time.) દુનિયાના તમામ દેશ પાસે પિતાના ઈતિહાસ છે. પણ જીવનના પ્રત્યેક ક્ષેત્રે ભક્તિ અને સમર્પણની આવશ્યક્તા અને ઉપગિતાના આર્દશને તો ભારતદેશે જ રજૂ કર્યો છે. ભક્તિ અને સમર્પણ એ નિષેધાત્મક ત્યાગના વિધેયાત્મક સુંદર સર્જને છે ત્યાગમાં હજીયે ભાર છે. ત્યાગ માટે પ્રૌઢતાની જરૂર છે. ત્યાગ જ્ઞાનની પણ અપેક્ષા રાખશે. જ્યારે ભક્તિ અને સમર્પણ હળવા ફૂલ જેવા છે. તેને નથી પ્રૌઢતાની જરૂર એ તો માત્ર આત્મશક્તિને હળવો ફૂલ જે વિકાસ છે.. ભક્તિ અને સમર્પણમાં પુષ્પની જેમ સુવાસ–સૌંદર્ય સદુપયોગને સુમેળ સધાયેલ છે.
ક