________________
૧૬૯
ભક્તિથી હાથમાં ભાલા અને તલવારો લઈને શ્રી કૃષ્ણજીને ઘેરી વળ્યા. બળભદ્રજીએ જોયું કે કૃષ્ણજી તેા કંસના સુભટેથી ઘેરાઈ ગયા છે. એટલે તેમને મૌષ્ટિકને ખતમ કરીને શ્રીકૃષ્ણજી પાસે જવું જરૂરી લાગ્યુ.
હવે શ્રી બલભદ્રજીએ ચાપુરની માફક મૌષ્ટિકને પણ ચમધામમાં પહેાંચાડી દીધા....બલભદ્રજી પાસે કોઈપણ શસ્ત્ર હતું નહીં અને શ્રીકૃષ્ણજીને ઘેરી વળેલા સુભટા પાર વગરના હતા અને બધાયના હાથમાં શસ્ત્રા પણ હતાં. એટલે અલભદ્રજીએ પેાતાની નજર મંચ પર નાખી. માંચના એક જોરદાર થાંભલાને ઉખાડી નાંખ્યા. શ્રી કૃષ્ણજીને ઘેરી વળેલા સુભટ શ્રી કૃષ્ણને કંઈ હાનિ પહેાંચાડે તે પહેલાં જ શ્રી બલભદ્રે થાંભલાથી સુભટાના ડચ્ચરઘાણ કાઢી નાંખ્યા. આ તરફ શ્રી કૃષ્ણજીએ સભા મંડપની વચ્ચે પડેલા કંસની છાતી પર જોરથી લાત મારી. શ્રીકૃષ્ણજીની જોરદાર લાતના પ્રહારથી કંસ હ ંમેશ માટે શાંત થઈ ગયા અને....શ્રીકૃષ્ણે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
આ તરફ ક ંસે શ્રીકૃષ્ણજીના ભયથી પહેલેથી જ ખૂબ જ દાખત કર્યાં હતા. જરાસ ઘના જોરદાર સૈન્યને પણ હાજર રાખ્યું હતું. તે આ બાજુ સમુદ્રવિજય પણ સૌન્ય સાથે જ આવ્યા હતા. એમણે જરાસ ઘના જોરદાર સૈનિકોને પણ સારા પાઠ ભણાવ્યેા હતેા. જરાસંઘનું સૈન્ય તેા તીતર ભીતર થઈ ગયું હતું. કંસ તે! સ્વધામ સીધાવી ગયે હતેા. છતાંય શ્રી કૃષ્ણજીના ગુસ્સા હજી ઉતર્યાં ન હતેા. શ્રી કૃષ્ણજીએ કસના મડદાને પણ વાળથી ઊંચકીને રંગભૂમિની અહાર ફેંકી દીધું. (અનુસ ́ધાન ૧૭૭ ઉપર)