________________
૧૬૮
કંસના આ વચને સાંભળી શ્રી કૃષ્ણજી ભૃકુટી ચડાવી પડકાર કરીને બેલ્યા “અરે દુષ્ટ ! આ શું બકી રહ્યો છે? જીભને સંભાળીને બોલ. રે દુષ્ટ ! પહેલાં તેં બહ જ પાપ, કર્યા છે. હવે તેના ફળ ભેગવ.” આટલું બોલતાં જ શ્રી કૃષ્ણજી સડસડાટ કરતાં કંસના મંચ પર ચડી ગયા અને પિતાના નવજાત ભાઈઓના વધની વાત યાદ આવતા શ્રી , કૃષ્ણજીની આંખમાંથી અશ્રુઓ ઝરવા માંડયા અને કેસની સામે જ ઉભા રહીને તેણે નિર્ભયતાથી ઉદ્ઘોષણા કરી.
અરે કંસ ! આ સભામાં જેટલા સારા મિત્રો હોય, જેટલા તારા ભાઈઓ હોય, જેટલા તારા સ્વજને હય, જેજે બળવાન યોદ્ધાઓ હોય તે બધાને તારું રક્ષણ કરવા માટે બોલાવી લે. એ નિઃશરમ ! એ નિર્દય....! તેં મારા છે એ છ મેટાભાઈઓને શિલા પર પછાડીને મારી નાંખ્યા છે. આવા તાજા જન્મેલા બાળકને મારી નાંખતાં તને દયા પણ ન આવી. હજુ ય તને તારી ભુજાને તારા બળને ગર્વ હેય તે તારી જાતને બચાવ કરવા હાથમાં હથિયાર પકડ નહીં તો હમણાં જ તને ખલાસ કરી નાખીશ.” શ્રી કૃષ્ણજીએ આટલું કહીને જેરથી એક લાત કંસના મુગટ પર મારી અને મુગટને તોડી નાંખે. મુગટ ફેંકાઈ જતાં શ્રી કૃષ્ણ કંસના વાળ પકડીને એને મંચ પરથી નીચે જમીન પર ફેકી દીધે. પેલી બાજુ બળભદ્રજીએ પણ મૌષ્ટિકની જોડે ઘેર યુદ્ધ ચાલુ જ રાખ્યું હતું. ચારેય બાજુ લેકે હાહાકાર કરી રહ્યા હતા. પેલા જમીન પર પડેલે કંસ પોતાના રક્ષણ માટે ચારે ય બાજુ પિતાની આંખ ફેરવતો હતો, તેની આંખમાંથી અશ્રુઓ વહી રહ્યા હતાં. ડરની મારી તેની આંખો ફડફડતી હતી. પિતાના સ્વામીની આવી દુર્દશા જોઈને કંસના સુભટો સ્વામીની