________________
૧૫૮
ત્યારે તે આપ મારા ભાઈ છો ! ભલે તમે રેહણના પુત્ર હો... આપની માતા રેહણી ભલે મારી માતા દેવકીની શેક પણ હિય...પણ આપણે પ્રેમ તો સગા ભાઈ જે જ છે. પણ
આટલું કહેતાં જ પેલા ઘાતકી કંસની વાત પર શ્રી કૃષ્ણએ તિરસ્કાર વરસાવ્ય ! પગ પછાડીને શ્રીકૃષ્ણજી બેલી ઉઠયા...
જાવ...આજથી મારી પ્રતિજ્ઞા છે...કે....આ કંસનો વધ કર્યા વિના હું કદી જંપીશ નહી. જે મારા એ ભાઈઓને હત્યારા કંસને હું ન મારું તો કંસે કરેલી હત્યાનું પાપ મને લાગે.” અને શ્રી કૃષ્ણજી અને બળભદ્ર યમુનાને તીરે આવી પહેચ્યા.
a શ્રી કાલીય નાગનું દમન
શ્રી કૃષ્ણજી સ્નાન કરવા જાય છે ત્યાં જ પેલે પ્રખ્યાત કાલયનાગ યમુનાના તીરની સઘન ઝાડીમાંથી બહાર આવ્યું. ફૂંફાડો મારી ફેણ ઊંચી કરી...જનમ જનમને વેરી હોય તેમ શ્રી કૃષ્ણને ડંખ મારવા ધસ્ય..આજુબાજુમાં ઊભેલા લોકેએ ચિચિયારીઓ પાડી.... સહુને લાગ્યું બાલુડા જેવા શ્રી કૃષ્ણજી હમણાં જ સ્વાહા થઈ જશે..સહુએ દોડાદોડ કરી પણ કેઈનેય કરડ્યા વિના કાલીય નાગ શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ! શ્રી કૃષ્ણએ જરાય ડર્યા વિના દડીને કાલીયને ગળામાંથી પકડ્યો ! શ્રી કૃષ્ણની આ એક જ પકડથી કાલીયા ઠંડો થઈ ગયો શ્રી કૃષ્ણએ બીજા હાથે કાલીયનું નાક બાંધી તેમાં હાથ નાંખી ઘડાને લગામ ખેંચે તેમ ખેંચી પેલા મેટા