________________
૧૩૨
ક કહેવતમાં આવે છે રડતી હતી ને પિયરીયા મળ્યા.
પણ કહેવતકારને કોણ પૂછવા જાય કે હસતી હતી ને પિયરીયા મળે તો શું થાય? શું સ્ત્રી વધુ હશે?”
ના, મને તો લાગે છે કે એ વધુ રડે. એ હસવાનું બંધ કરીને ય રડે કારણ “રડવું” એજ સ્ત્રીનો જન્મ સિદ્ધ અધિકાર છે.
ડું રૂદન હશે. એકવારનું હશે તો “મન” તમારી આંખને રડાવતું હશે. પણ જે હદ બહાર જઈને રડતાં થશે તો તે આંખે જ તમારા મનને રડાવતી થઈ જશે.
વારંવાર ૨ડવાથી આંખનાં સ્નાયુ પણ એવા થઈ જાય છે કે જ્યાં સુધી તમે ન રડો ત્યાં સુધી તમને સંતોષ જ ન થાય. આખરે મન હંમેશ માટે રડતું થઈ જાય છે. આ આંખે વિચિત્ર છે. કયાંક તો જુએ છે કેઈ રૂપાળાને ....કયાંક તો જુએ છે કેઈ કુરૂપને..કોણ જાણે બિચારા મધ્યમ માટે તે ક્યાંય કલાસ જ નથી....... મધ્યમ વર્ગ સૌથી વધુ દુઃખી કેમ છે? તેના કારણો ઘણ હશે. પણ એક કારણ તો એ છે કે તે એવા ઉપલા વર્ગની પાછળ જાય છે કે જે વર્ગ તેની સામે જોવા પણ તૈયાર નથી અને નીચલે વર્ગ તેની સામે આંખ માંડીને બેઠે છે તેને મધ્યમ વર્ગ જેવા તૈયાર નથી. પરિણામે ઉપલા વર્ગનો તિરસ્કાર અને નીચલા વર્ગને નિસાસો લઈને મધ્યમ વર્ગો જાતે જ દુઃખી થવાની પદ્ધતિ આયોજિત કરી છે.
જ્યારે મધ્યમ વર્ગ નીચલા વર્ગની હાશ મેળવતો થશે ત્યારે ઉપલે વર્ગ પણ તેના પર ન છુટકે આશીદ વરસાવશે જ તે નક્કી છે.