________________
૧૪૫
હર બલદેવ પણ ગેકુલમાં
સાત-આઠ વર્ષની ઉંમરને થતાં તો કૃષ્ણ નામચીન બની ગએ. તેના તોફાનો અને લીલાઓ ભલભલાને સીધા કરી દે તેવા હતા. તેનો અને તેના બાળ ગઠીયાઓની ટોળકીને આખાય ગે કુળમાં ડંકો વાગતો. હતો. વસુદેવ પિતાના દુલારાના પરાકથી હરખાતા હતા પણ પેલા કંસથી ખૂબ ડરતા હતા. રખેને કંસ જાણશે કે અમારો પુત્ર છે તો તે ઘાતકી કંસ કૃષ્ણની હત્યા કર્યા વિના નહીં રહે. ચિંતાતુર વસુદેવે આખરે તેના મોટાભાઈ બળદેવને ગોકુળમાં મોકલી આપ્યા. બળદેવે પોતાના નાનાભાઈની રક્ષણની જવાબદારી સ્વીકારી. કૃષ્ણ ગમે ત્યાં જાય, પણ બળદેવની સતત નજર રહેતી. બળદેવની સતત નજરે માત્ર ચોકીનું જ કામ ન કર્યું, પણ પોતાના ભાવિના મહાન નાના ભાઈને અનેક કળાએ શીખવાડીને એક ગુરુની અને એક આપ્તજનની ગરજ સારી..
શૈશવમાંથી તારુણ્યમાં, તારુણ્યમાંથી શ્રી કૃષ્ણ વૌવનના પ્રાંગણમાં પગ મૂક્યો......
શ્યામ છતાંય મનહર કાયા...!!! કહે છતાંય કે મળતા જગાવે તેવા વચનો!! !...
અનેક કળા અને ચપળતાના આ ભંડારે ગોપીઓને તે મંત્રમુગ્ધ કરી દીધી. જ્યાં કૃષ્ણ ત્યાં ગોપીઓ હાય, હોય.. અને હે ય જ....પણ બલભદ્ર તે પ્રત્યેક ક્ષણે શ્રીકૃષ્ણના રક્ષણમાં જાગૃત જ હતા....