________________
૧૪૮
જે તમારા કેાઈનાથી પણ સ્પશી ન શકાય તેવા શાડુંગ નામના ધનુષ્યને નમાવીને દોરી ચડાવશે....તે અવશ્ય તારા પ્રાણ હર્તા થશે....
આટલું કરનારને તું દેવકીના સાતમા પુત્ર માનજે....
આ આગાહી મારી નથી. આવી આગાહી આગળના કોઈ મહાન જ્ઞાની ગુરુ ભગવંતે કરેલી છે....
જ્યાતિષીએ એમ પણ કહેલ છે કે કંસના ચાણુર નામના મલ્લને જે હરાવશે અને કસના પદ્મોત્તર અને ચંપકનામના બે હાથીને જે મારી નાંખશે તે જ કસને ઘાતક થશે. અને આ જ મહાન આત્મા યમુના નદીમાં રહેલા કાલિય નાગને પણ નાથી તેના પ્રાણને નાશ કરશે.....’
કસ ચેાતિષીના આ વચનથી એકવાર તે પગથી માથા સુધી પ્રજી ઊઠવ્યા છે. આજે હવે તેની આંખેા પોતાના એ ઘાતકને જોવા તલસી રહી છે. હજી તેને મનમાં છે કે જો આ મારા ઘાતક મારી નજરે ચડી જાય તે હું તેને સ્વાહા કરી દઉ.... હજારાને જીવાડનારો પોતાના જીવનની ચાહના કરે તે હજી સમજાય....પણ
હજારોના સંહાર કરનારને ય પોતાનુ જીવન છેડવુ ગમતું નથી....તે આશ્ચય છે.
લાખાના પ્રાણ હરનારને પણ પોતાના પ્રાણ અમૂલ્ય લાગે છે....