________________
૧૪૭
હૈયામાં પેલી શંકા ખદબદતી હતી. “શું અતિમુક્ત મુનિનું વચન સાચું પડશે ?” એક વખત તે શૌરીપુર પહેાં. અને દેવકીની પાસે મોટી થયેલી પેલી દીકરી જેઈ! એનું નાક કપાયેલું હતું....કંસને યાદ આવ્યું “આ નાક મેં જ કાપ્યું છે,” પણ કેણ જાણે તો ય કંસને વિશ્વાસ નથી આવતો. એક પ્રજારી અને ઝણઝણાટી તેના દિલમાં વ્યાપી જાય છે...કંસ વિચારે છે કે આ પુત્રી વસુદેવની હોય તેમ લાગતું નથી.
ભલે ! મુનિના વચનને મેં ન ગણકાર્યું હોય, પણ મુનિનું વચન સત્ય હશે જ તેમાં શંકા નથી. મુનિ વચન જે સત્ય હશે તો મારે ઘાતક આજે પૂર્ણ યુવાન બની ગયો હશે.....!!!
આખરે પિતાના મનના સંશય દૂર કરવા પ્રખ્યાત જ્યોતિષીને લાવ્યા. તિષીએ ગંભીરતાપૂર્વક પણ દઢતાથી કંસને કહ્યું-“કંસ! વસુદેવને સાતમું સંતાન પુત્ર જ છે. અને એ સંતાન હજી જીવે છે. કંસ પોકારી ઊઠે છે-“ઓ! જ્યોતિર્વિદ્ મને જણાવ કે આ સાતમું સંતાન કયાં છે!”
તિવિદ્રની મર્યાદા છે.- “તે આ બાળક કયાં છે આ વાત જણાવી શકતાં નથી. કંસના હૃદયમાં હવે હજાર વીંછીના ડંખની વેદના પ્રગટે છે....
તિવિદ્! ગમે તેમ કર, પણ હવે વસુદેવના સાતમા પુત્રને ઓળખવાનો કોઈ માર્ગ બતાવ....”
આ વાત જ્યોતિવિદ્ માટે શકય હતી. તેણે કહ્યું– તારા રિષ્ટ નામના બળવાન બળદને જે હણશે...
તારા મનહર-હેષારવ કરતાં કેશી નામના ઘેડાને જે હણશે.....