________________
૧૫૩
કૃતાર્થ થઈને આગળ વધ્યા...બંને ભાઈઓ આ મથુરા નગરી માટે કંઈક અટકળ.....કંઈક વિચાર કરતા હતા ત્યાંજ મથુરા નગરીને વિશાળ સ્વયંવર મંડપ નજરે પડયે! કૃષ્ણની આંખ સહુ પ્રથમ પેલા ધનુષ્ય પર પડી. મુખ પર જરાક મિત આવી ગયું. “અહો! આ જ ધનુષ્ય છે ને? વાંધો નહીં: મારો વારો આવવા દો !” અને ત્યાંજ આ ધનુષ્યને નમાવવાના બદલામાં જેને વરવાનું છે તે સત્યભામા બાજુમાં જ દેખાઈ. સત્યભામા પણ આજે જાણે કૃષ્ણને નિહાળી ધન્ય બનતી દેખાતી હતી! તેને તો સ્વયંવરના વિજેતાને વરવાનું હતું. પણ પોતાના મનોવિજેતા બનેલા કૃષ્ણ હવે કેઈપણ હિસાબે વિજયમાળા વરે તેવી પ્રાર્થને સત્યભામાએ શરૂ કરી....
સ્વયંવરનો આરંભ થયો ! જુદા-જુદા દેશના જુદા-જુદા રાજવી આવ્યા. પણ....બિચારા ધનુષ્યને જોઈને ગભરાયા. હાથમાં ઉપાડે અને આબરૂ જાય તેના કરતાં ઉપાડવું નહીં
એ શું ખોટું ! તેઓ બધા ધનુષ્યને નમસ્કાર કરી વિદાય પામ્યા !
પેલા શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી અનાવૃષ્ટિને પણ થયું. લાવ! હુંય જરા પ્રયત્ન તો કરુ ! પોતાના લાભની વાતમાં કેઈ ભલે થવા તૈયાર નથી હેતે !
બિચારે શ્રી અનાવૃષ્ટિ ધનુષ્યને નમાવતા પિતે જ નમી ગયે! પછડા ! મસ્તકનાં મુગટ અને ગળાને મોતીને હાર તે વેરવિખેર જ થઈ ગયે! સત્યભામાં ગંભીર રહી. પણ તેની સાહેલીઓ તાળી પાડતી ખડખડાટ હસી પડી !