________________
૧૫ર
અનાધૃષ્ટિ સહિત શ્રી કૃષ્ણ સ્વયંવર મંડપમાં
સત્યભામાના સ્વયંવરની વાત શૌરીપુરીમાં રહેલ શ્રી અનાવૃષ્ટિએ જાણી. અનાવૃષ્ટિ શ્રી બલદેવના મોટાભાઈ હતા. તે સીધા મથુરા જવા ઉપડ્યા. મથુરામાં આવીને શ્રી બળભદ્ર પાસેથી શ્રી કૃષ્ણને લઈને સ્વયંવર માટે ઉપડ્યા.
શ્રી અનાવૃષ્ટિ રથ હાંકી રહ્યા હતાં. જંગલ સઘન હતું. વૃક્ષે પાસે પાસે હોવાથી રથ નીકળવાની મુશ્કેલી પડતી હતી. એક ઠેકાણે તો વડનું સઘન – ઘટાદાર વૃક્ષ આવ્યું. રથને આગળ વધવાની કઈ જગા ન હતી તેથી રથ ત્યાં જ ફસાઈ ગયે. વડના ઝાડને વચમાંથી ખસેડવામાં ન આવે તે રથ આગળ વધી શકે તેમ ન હતું. શ્રી કૃષ્ણ જેવું કે મોટાભાઈ શ્રી અનાવૃષ્ટિ માર્ગમાં વચ્ચે આવેલા આ વડના ઝાડથી મૂંઝાયા લાગે છે. અદ્દભૂત ચપળતાથી ઝાડ પાસે પહોંચી ગયા અને એક જ ઝાટકે વડના વૃક્ષને મૂળમાંથી ઉખાડીને બાજુમાં ફેંકી દીધું. શ્રી અનાવૃષ્ટિ તે શ્રી કૃષ્ણનું આ પરાક્રમ જોઈ રહ્યા... અરે.. આ શ્રી કૃષ્ણ તો જમીનમાંથી ઘાસનું તણખલું જેટલી સહેલાઈથી ખેંચી કાઢે તેટલી જ સહેલાઈથી આ ઝાડને પણ ખેંચી કાઢ્યું ! ! !
શ્રી અનાવૃષ્ટિ તે શ્રી કૃષ્ણના આ અચિંત્ય પરાક્રમથી ખુશ – ખુશ થઈ ગયા. શ્રી કૃષ્ણને ભેટી પડયા. મનભરીને ચુમીઓને વરસાદ કૃષ્ણ પર વરસાવી દીધું. શ્રી કૃષ્ણ પણ