________________
શામળ કહ્યો. સંસ્કૃત ભાષામાં કાળા માટે “કૃષ્ણ” શબ્દ છે. બસ, હવે આ બાળકને આપણે કૃષ્ણના નામથી જ ઓળખીશું. કૃષ્ણ જેવા મહાભારતના ઘડવૈયાઓને પણ જન્મ બાદ ઉછેર માટે કેઈને ત્યાં જવું પડે છે. કર્મો કઈને ય કદી છોડવાનું શીખ્યા નથી. રાજકુળમાં જન્મેલ કૃષ્ણ આજે તે ગોકુળમાં ગાયેની વચ્ચે મોટા થાય છે, પણ પેલી દેવકીનું દિલ કંઈ બંધાયેલું રહે? કયારેક છાની -માની આવી જાય છે. માનું વાત્સલ્ય ઉછાળી જાય છે... કૃષ્ણને પ્રેમથી ગોદમાં લઈ દૂધ પીવડાવી જાય છે...લાડ -લડાવી જાય છે...પોતાને દુર્ભાગ્ય પર વસવસે કરતી અને યશોદાના ભાગ્યને મહાન ગણતી દેવકી યશોદાને ધન્ય માતા માને છે...યશોદાને ઉપકાર અને આભાર માને છે...
હજી ય જાણે કૃષ્ણની કસોટી બાકી હોય તેમ કૃષ્ણના પૂર્વ જન્મની વૈરિણી પૂતના અને શકુનિ વિદ્યાધરીએ આવી. આ વિદ્યાધરીઓએ કૃષ્ણને મારી નાંખવાના પ્રયાસો કર્યા....પણ નિષ્ફળ !! કૃણ તે ન મર્યા. પણ પેલી બંનેય વિદ્યાધરીઓને કૃષ્ણ પર પ્રસન્ન થયેલા દેવે સદા માટે ખલાસ કરી દીધી...
કૃષ્ણની મનોહર કાલિમા બધાયનાં મન ખેંચતી હતી. કૃષ્ણની ચપળતા ભલભલાને હરખાવતી હતી. ચપળ કૃષ્ણ ગોપીઓના દૂધ અને દહીંના વાસણને જમીન પર ઢળી દેતે. ગોપીઓ તેની આવી ધમાલથી કંટાળતી. પણ કેણ જાણે કૃષ્ણ તે ગોપીઓને પિતાની વાતોથી અને લહેકાથી ખુશ કરી ખડખડાટ હસાવી દેતે...તોફાની હોવા છતાં ય આ કૃણ– કને ગેપીઓનો ચારે બની ગયે.