________________
૧૪૩ વસુદેવે કહ્યું-“પુત્ર કે પુત્રી જે હોય તે હાજર છે. કંસને જેની જરૂર હોય તે ખુશીથી લઈ જાય.” ચિઠ્ઠીના ચાકર જેવા સેવકે તે બાધિકાને કંસ પાસે લઈ ગયા. કૂર કંસ બાળકીને જોઈને બરાડી ઊઠયે-“શું લાવ્યા? આ સાતમું સંતાન ? શું આ મને મારી નાંખનાર ! ! !...
છટૂ પેલા જુઠ્ઠા બોલા મુનિને........!!!
આ તો છોકરી છે...આ શું કરશે? મને મારનાર કેણ છે?” તેય અંદરથી ભયભીત અને ઘાતકી બનેલ કંસે તે બાળકીનું નાક કાપી નાખ્યું. જુલમી માનવ ખૂબ જ નબળે હોય છે, તે ગમે તેટલી મેટી વાત કરતો હોય છતાંય તે હૈયામાં ધ્રુજતે જ હોય છે. કંસ પણ અમરપટ્ટો લખાવ્યું હોય તેમ પાછે પિતાના ભેગસુખમાં મસ્ત બન્ય....
આ તરફ આ પુણ્ય પ્રભાવી બાળકને પામીને નંદ અને ચશોદાના આનંદનો પાર ન રહ્યો....
: નંદ ઘેર ખેલે કરસનજી
નંદ અને યશોદાએ આ બાળને પિતાના પ્રાણથી પણ અધિક વહાલે ગયે. ખૂબ કાળજીથી લાલનપાલન કર્યું. બાળકનું નામ પાડવું ય જરૂરી હતું ને! આ બાળકનું શરીર ખૂબ શ્યામ હતું–કાળું હતું. નામ પાડયા વિના પણ બધા સહજભાવે “કાળિયા” કહી ઊઠયા. જરાક શિષ્ટ લોકેએ