________________
૧૩૮
સાતમાને લઈ આવું અને એ સાતમા સંતાનને પણ વધેરી દઉં. એણે વિચાર્યું. સત્તાની પાસે ભાગ્યના ખેલને પણ ફેરવવાની ચાવી છે. બસ હવે સાતમા પુત્રના જન્મની રાહ જોવાય છે.
આ તરફ દેવકીને સાત સ્વપ્ન આવે છે. સાત સ્વપ્નનું મહાફળ તે વસુદેવને જઈને પૂછે છે. વસુદેવ કહે છે– “દેવકી! તમે મહા આનંદ માને. તમારે આ પુત્ર અર્ધ. ભરતને-ત્રણ ખંડને માલિક વાસુદેવ થશે.”
પણ આટલું ભાવી ભાંખીને વસુદેવ ફીક્કા પડી ગયા. દુષ્ટ કંસને આપી દીધેલું વચન પાળવું પડશે. એક વાર તો થાય છે–“ઉપકારી, આ ઉપકારી, આ ઉપકારી કંસ! શું ઉપકારી છે?”
વસુદેવ પણ હવે જાણી જ ગયા હતા કે કંસ પોતાના પુત્રને અવશ્ય નાશ કરે છે...અને તેમને વિચાર નિમગ્ન જોઈ દેવકી ત્યાં જ રડી ઊઠી..
“ સ્વામી વસુદેવ ! હું તો ઘરમાં એક અનાથ છું. તમારા જેવા નાથ હોવા છતાં ય તે કંસ કેમ મારા પુત્રને આ રીતે ભરખી જાય..? આજે આખું શૌરીપુર જાણે છે કે કંસે મારા છ છ પુત્રને નાશ કર્યો છે.
સ્વામી! આ બાળકને તે હું કઈ પણ હિસાબે કંસને આપીશ નહીં. અને જે કંસને જ બાળક આપવાને હશે તે તમે સમજી લેજો કે હું પણ અવશ્ય મરી જઈશ. આ બાળકને તે હવે હું કદી કેઈના હાથમાં નહીં જ જવા
દઉં.”