________________
૧૨૭
ર વસુદેવના મથુરામાં દેવકી સાથે લગ્ન રાજા સમુદ્રવિજય આવતી આફતને સામને કરવા અને કઈ દિવ્ય પુરૂષ હોય તે સત્કાર કરવા સજજ થયા છે. ત્યાં જ વિમાનમાંથી ઉતરવા વસુદેવને જોઈને સહુએ ગગન ભેદી
જ્ય દવનિ કરીને વસુદેવને વધાવ્યા. વસુદેવ પિતાના વચન પ્રમાણે પોતાના સમસ્ત પરિવારને લઈને આવ્યા હતા. નગરી પણ આનંદિત બની ગઈ હતી. સમુદ્રવિજયે પણ પોતાના આ નાનાભાઈની ભવ્ય વિભૂતિની ઈર્ષ્યા ન કરતાં એક ભવ્ય સ્વાગત મહોત્સવ કર્યો. વસુદેવના નગર પ્રવેશની વાત સર્વત્ર પ્રસરી ગઈ. કંસે પણ આ સમાચાર જાણ્યા. હવે પોતાના દરેક રીતે સમૃદ્ધ થઈ ગયેલ મિત્ર વસુદેવને મળવા તે ખાસ મથુરાથી આવ્યા. વસુદેવની સાથે કંસે અહીં ગાઢ મૈત્રી બાંધી. કંસે થોડા દિવસ બાદ સમુદ્રવિજયને એક વિનંતી કરી. તેની ઈચ્છા આ શૌરી વસુદેવને મથુરા લઈ જવાની હતી. બળવાન અને પુણ્યશાળીને આખું જગત ઝંખે છે.
વસુદેવ પણ કંસ સાથે પોતાના સંબધે અવશ્ય ટકી રહે તેવા પ્રયત્નમાં હતા. કંસે વસુદેવને સસ્વાગત મથુરામાં લાવી કંસે પિતાના પિતરાઈ દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે નકકી કરાવ્યા. કંસે એકવાર યુદ્ધમાં સહાય કરી હતી. બીજીવાર દેવકી જેવી સુગ્ય અને મહાન રાજકુમારીના લગ્ન કરાવીને વસુદેવને ખૂબ આભારી બનાવી દીધું. વસુદેવ પોતે ખૂબ જ પ્રબળ દ્ધો હોવા છતાંય ભૂતકાળની કંસની સિદ્ધિને તે કદી ભૂલી શકે તેમ ન હતો. કંસનું વચન ઓળંગવું તે વસુદેવ માટે કયારેય શકય ન હતું કંસને પણ વસુદેવ તરફ આદરભાવ વધતો જતો હતો.