________________
૧૨૫
તેનું હેત તે રેહિણું એના ગળામાં માળા નાંખે ખરી ? રિહિણીને તે આ દેવકુમાર જ દેખાતો હશે. અરે ! આ કિઈ વિદ્યાધર કે દેવ જે હોવો જોઈએ. આવા વિચારમાં સમુદ્રવિજયને પડેલા જાણીને એક બાણ પર પોતાની એાળખાણ લખીને પેલા ઢોલક વાદક-કુબડાએ તો બાણ સમુદ્ર વિજયના ચરણમાં ફેંકયું. સમુદ્રવિજયે એ બાણ હાથમાં લીધું અને તેના અક્ષરે વાંચવા માંડ્યા....
જે તમને મડદાના બહાનાથી છેતરીને પહેલાં તમારા નગરથી નીકળી ગયે હતો તે જ આ વસુદેવ આપ મેટાભાઈ [ સમુદ્રવિજયના ચરણકમળમાં નમસ્કાર કરે છે.”
બાણના અક્ષરે વાંચતા જ સમુદ્રવિજયના આશ્ચર્યને પાર ન રહ્યો. ક્ષણવારમાં તે રથ પરથી નીચે ઊતરી ગયા. અને “એ મારા વાસુદેવ ! એ વત્સ....” એવા પકાર કરતાં તે તરત જ વસુદેવને ભેટવા દોડયા. વસુદેવ પણ મોટાભાઈના આ પ્રેમને જોઈને મુગ્ધ થઈ ગયે. અને ભાઈના ચરણમાં મુકી પડ્યો, હર્ષાશ્રુની વર્ષોથી વસુદેવે મોટાભાઈ સમુદ્રવિજયના ચરણે પ્રક્ષાલી નાંખ્યા. આ બંનેય ભાઈઓનું આવું અદ્ભુત મિલન બે ભાઈઓ તો જાણે સમજ્યા પણ રાજા રુધિર,રાજા જરાસંધ અને અન્ય રાજાઓને આશ્ચર્યને કોઈ પાર ન રહ્યો. આ ઢેલવાળાને અને આવા મહાન સમુદ્રવિજયને ભેટતા જોઈને જરાસંધે પણ તરત જ ત્રાડ પાડી. “રણમેદાનમાં વળી આ શું લીલા ચાલી ?” ચતુર વસુદેવ બધાના આશ્ચર્યનું કારણ સમજી ગયા અને ક્ષણવારમાં પિતાનું રૂપ પરાવર્તન કરી વસુદેવ રૂપે પ્રગટ થયા. હવે તે કેઈને પણ પ્રશ્ન ન રહ્યો. કેટલાયને વસુદેવને