________________
૧૨૪
રુધિર છે? શું તેની પુત્રી મૂર્ણ છે? રાજપુત્રને છોડી આવા હાલતા-ચાલતા સાથે લગ્ન કરવા હતા તે અહીં બધા રાજકુમારોને શા માટે બોલાવ્યા ?
જરાસંધે બધા રાજાને આવા અવિવેકી રાજા રુધિર સાથે યુદ્ધ કરવા એલાન કર્યું. રુધિર પ્રચંડ રાજવી હતો.. છતાંય બધાય રાજાઓએ તેને નિઃસહાય કરી નાંખે. અને ત્યાંજ પેલા કુબડાએ ઢેલ-વાદકે રણમેદાનમાં પ્રવેશ કર્યો સૂર્ય પ્રકાશ અંધકારને ભેદે તેમ તેણે તે બધા રાજાઓનું ઠેકાણું પાડી નાંખ્યું.
# વસુદેવનું પ્રગટીકરણ
જરાસંધે જોયું કે આ કોઈ પ્રતાપી પુરુષ લાગે છે. પિતાના પક્ષને પરાભવ જોઈને જરાસંધે પોતાના મિત્ર સમુદ્રવિજ્યને કહ્યું, “બંધુ ! હવે આ આબરૂને સવાલ છે. ભલે તમે પરણવા ન આવ્યા હોય પણ...અમારા પક્ષમાં છે. ગમે તેમ કરીને પેલા કુબડા ઢેલીને તે રણમેદાનમાંથી હટાવે, તમારું શૌર્ય બતાવે. આજે તે ક્ષત્રિયની લાજ રાખે. અને ત્યાં જ શૂરા ક્ષત્રિય સમુદ્રવિજયે રણ મેદાનમાં પ્રવેશ કર્યો. સામે પેલે ઢેલી જે કુશળતાથી બાણે ચલાવતો હતો. તેનાથી સમુદ્રવિજયને શંકા થઈ કે આ કેઈ પ્રતાપી પુરુષ છે. ભલે રૂપ ઢલક વગાડવાવાળાનું છે. પણ છે કેઈ ક્ષત્રિયને નબીરે. જેવું રૂપ દેખાય છે તેવું રૂપ