________________
૧૨૬
હિણી મળે તે નહીં ગમ્યું હોય પણ હવે આ બળિયા સામે બેસવાનું કશું રહ્યું ન હતું. સમુદ્રવિજયે કહ્યું-ભાઈલા! આ તે શું કર્યું? તારી આ નાદાનીથી માતા ચાલ્યા ગયા.. ભલે, જેવી ભવિતવ્યતા! હવે ઘેર ચાલ. હવે મને વિરહમાં ન રાખીશ. વસુદેવે કહ્યું-બંધુ ! તમારી આજ્ઞા પ્રમાણ છે. પણ આ વર્ષો દરમ્યાન મેં ખૂબ ભ્રમણ કર્યું છે. ઘણે ઘણે ઠેકાણે હું ગયો છું. અને ભાઈ ! મેં ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આ બધાને હવે હું સાથે લઈને સમયે આવી જઈશ.. મેટાભાઈ આપ મારી ચિંતા ન કરશે.
કાર રહિણીના વસુદેવ સાથે લગ્ન
આ તરફ મહરાજા રુધિરે પણ પેલા પડહુવાદક-ઢેલી. પિતે જ વસુદેવ છે એમ જાણ્યું ત્યારે ખુશ-ખુશ થઈ ગયા.. પિતાની પુત્રી રોહિણીના લગ્ન ધામધૂમથી વસુદેવ સાથે કર્યાં.
આ તરફ સમુદ્રવિજયે જેનું બીજું નામ “દેવ” પણ છે તે પિતાના નગર તરફ આનંદિત થતા પાછા આવ્યા છે. પોતાના ભાઈના પરાક્રમને વાગોળતા દેવ (સમુદ્રવિજય) આનંદથી દિવસો પસાર કરી રહ્યા છે. ત્યાં જ ઉત્તરદિશામાં એક ગગન ભેદી અવાજ આવ્યું. સમુદ્રવિજ્ય આદિ સહ ઉત્તરદિશામાં નગરની બહાર હાજર થયા. ધીરે ધીરે એક દિવ્ય વિમાન આવતું દેખાયું. લોકેની ઉત્કંઠાને પાર ન રહ્યો. કોનું આ વિમાન હશે? કેણ આ વિમાનમાંથી ઉતરશે? એવા હજારે. વિતર્કો સહુએ કર્યા.