________________
૧૨૮
દેવકીના લગ્નની ઉજવણી ખૂબ ઠાઠથી થઈ હતી. ઉત્સવમાં આખું રાજ્ય ગાંડું-ઘેલું બની ગયું હતું. કંસની પત્ની જીવયશા તો જાણે આ પ્રસંગે પાગલ જ બની ગઈ હતી. આજે પિતાની સ્વાભાવિક મર્યાદાઓને ઓળંગી તે નાચગાનમાં મસ્ત બની ચૂકી હતી. સત્તા યૌવન અને રૂપ આ બધાના ઉન્માદો શરાબના ઉન્માદ કરતાંય ભયંકર હેય છે. આજે ગાંડા હાથી જેવી ફરતી જીવયશાએ મન ભરીને નાચગાન કરવા માંડ્યાં. નાચમાં એટલી બધી મસ્તી ચડી કે સમયનું કશું જ ભાન ન રહ્યું.
છવયશાનું ગાંડપણ અને અતિમુક્તક મુનિની ભવિષ્યવાણી આ પ્રસંગે જ એક મુનિ મહારાજા વહેરવા આવ્યા. ધર્મલાભ ઉદ્ઘોષ કર્યો. જીવયશાએ જોયું “મુનિ” છે. અને એય પરિચિત છે. તેણે મુનિને ઓળખી લીધા. એ મુનિ કંસના જ લઘુ બંધુ છે. અતિમુક્તક તેઓનું નામ છે. ઉન્મત્ત જીવયશાએ કહ્યું એહ દિયર ! આવે, ખરેખર સમયે તમે આવી ગયા છે. ઘેર લગ્ન પ્રસંગે પધાર્યા છે તેથી ખુબ આનંદ આવ્યું, હવે તમારી સાથે હું નાચ ક૨. અને કેણ જાણે આજે તેને શું સૂઝયું? વાળ છૂટા કરીને મસ્તક ધુણાવવા માંડી. કંચુકી અને નિવી બેયને જાણે ઢીલી કરવા માંડી.
કામના વિકારને જગાવીને તેણે જાણે મુનિને એક મેટી ચેલેન્જ આપવા માંડી. મુનિના કંઠમાં બળાત્કારે પિતાના બહુ લગાડી દીધા અને જોરથી તેમને પણ પિતાની સાથે