________________
શ્રેણ-૬
કથાસાર
આ કુંતીના શ્રી પાંડુ સાથે લગ્ન
[પૃ. થી ચાલુ ] માતા સુભદ્રા વિચારે છે કે કુંતીએ આવું ભેળપણ કર્યું તેના કરતાં તેની ઈચ્છા મને જણાવી હતી તે સારું થાત. ગઈ તિથિ તે જોષી પણ વાંચતો નથી. “હવે જે કરવા જેવું હોય તે જ કરવું. એ નિર્ણય કરી સુભદ્રાએ પિતાનો નિર્ણય અંધકવૃષ્ણિને જણાવ્યું. અંધકવૃષ્ણિને આંચકે લાગ્યું. એકવાર ભીષ્મપિતામહ જેવાના વચનને અનાદર કર, અને પુનઃ પાછું ત્યાં જ તે જ શ્રી પાંડુકુંવર માટે માંગુ કરવું, એ વાત અંધકવૃષ્ણિને ઠીક ન લાગી. સુભદ્રા ચતુર હતી. તેણે જોયું અંધકવૃણિ જે આ વાતને પ્રતિષ્ઠાને પ્રશ્ન માનશે તો ખૂબ જ ખોટું થશે. આખરે તે વાતને હળવી બનાવી સુભદ્રાએ પોતાની પુત્રીના હિત માટે પિતાના પુત્ર ધરણને તૈયાર કર્યો, ચતુર ધરણે કુંતી અને પાંડુકુમારના વિવાહ નક્કી કરી દીધા. ધરણે આ કાર્ય એટલી કુશળતાથી પૂર્ણ કર્યું કે સમસ્ત હસ્તિનાપુર ખુશ થયું. પાંડુએ પણ ધરણને ખૂબ સુંદર સત્કાર કર્યો. પાંડુ અને કુંતીનું સુખી લગ્ન જીવન શાંતીથી વીતવા માંડ્યું. વાત હવે વિદુરની બાકી રહેતી હતી. વિદુરના લગ્ન પણ દેવકરાજની પુત્રી કુમુદવતી સાથે થયા.