________________
૧૦૬
ખુશ ખુશ થઈ ગઈ. મહારાજા પાંડુને પોતાના સ્વપ્નની વાત કરી, પાંડુએ પણ ભાવી ભાખ્યું. “મહારાણ કુંતી ! તમારા દુઃખના દિવસે ગયા છે. હવે તમે પણ કઈ મહાન પુત્રને જન્મ આપશે.” કુંતીના હર્ષને પાર ન હતો. છતાં ય તે જરાય ઉછું ખેલ બની ન હતી. મેણા-ટોણા મારીને દુઃખી દુઃખી કરી નાંખનાર પિલી ગાંધારીને કેટલાય વખતથી ગર્ભ રહ્યો હતો. છતાંય પુત્ર જન્મ થયો ન હતે. તો પણ ગાંધારીને દુઃખ થાય તે પણ મનેભાવ કુંતીએ કર્યો નથી. પણ પહેલાં જે ધર્મકાર્યો કરતી હતી તેના કરતાં અનેકગણા. ઉલ્લાસથી તે આરાધના કરવા લાગી. ધર્મકાર્ય અંગે જે જે દેહદ કુંતીને થયા તે બધા દોહદો મહારાજ શ્રીપાંડુએ ભાવી મહાત્માની વધામણી રૂપે પૂરા કર્યા.
* પુણ્યાત્મા યુધિષ્ઠિરને જન્મ
મંગળવારના શુભ દિવસે યેષ્ઠા નક્ષત્રમાં ચંદ્ર હતા. અને વૃશ્ચિક લગ્ન ચાલતું હતું ત્યારે કુંતીએ પુત્રને જન્મ આપે. ભીષ્મપિતામહે સમસ્ત કૌરવકુળ સહિત આ પુત્રને વધાવ્યો. સહુ તેના જન્મથી હજી તે ખુશ-ખુશાલ થઈ રહ્યા હતા. ત્યાં જ એક દિવ્ય વાણી પ્રગટી.