________________
શ્રેણી–૭ થામણ
(પૃષ્ઠ ૧૧૫ થી ચાલુ) વસ વસુદેવના આઘાતથી માતા
સુભદ્રાનું મૃત્યુ વસુદેવના આવા આકસ્મિક આઘાતથી સમુદ્રવિજય મૂછિત થઈ જાય છે. નાને ભાઈ આત્મહત્યા કરી નાંખશે એવી સમુદ્રવિજયને જરાય કલ્પના ન હતી, ! મૂછ વળતાં પુનઃ પિતાના ભાઈને પિકારે છે. નગરજને ખૂબજ આશ્વાસન આપે છે. એક મહાન સમ્રાટ થઈને બાળકની માફક રૂદન ન કરવા સહુ સમજાવે છે. પણ....સમુદ્રવિજય જાણે છે કે વસુદેવની આત્મહત્યાના પાપના પિતે ભાગીદાર બન્યા છે વસુદેવ જેવા વ્હાલા પુત્રને આઘાત માતા સુભદ્રા કઈ પણ રીતે સાંખી નહીં શકે. સમુદ્રવિજયની કલ્પના સાચી જ નીકળી. માતા સુભદ્રાએ વસુદેવના મૃત્યુના સમાચાર મળતાં હૈયાફાટ રૂદન શરૂ કર્યું.
ચાહે રાજદરબારને માનવી હોય યા પગથાર પર માનવી હોય પણ હૈયું તે બધાને સરખું જ હોય છે. રાજમાતા સુભદ્રાના આ વિલાપે પથ્થોને પણ પીગળાવી દીધા. સમુદ્રવિજયને પોતાનું જીવન અસાર લાગવા માંડ્યું. આ રાજય વહીવટ અને વહીવટીય ખટપટો તેને નિ:સાર ભાસવા માંડી. સમુદ્રવિજયે અથાગ પ્રયત્ન માતા સુભદ્રાને આશ્વાસન આપવા કર્યા પણ સુભદ્રાને શેક જરાય છે