________________
૧૧૯
તમે દુર્જનથી દૂર રહેશે તે તમારે એકલાને પુદય
જાગૃત થશે પણ તમે દુર્જનતાથી દૂર રહેશે તો તમારી - સાથે લાખાને પુણ્યદય તમે જાગૃત કરી શકશે.
શક્તિ એ પાપ નથી. પણ, એ શક્તિથી પ્રગટેલી મસ્તી એ પાપ છે. આયુષ્ય લાંબુ રાખવાના હજારે ઉપાયને એક સુંદર ઉપાય છે-“જીભ ટૂંકી રાખવી”......... આજના વ્યાખ્યાનના સાર રૂપે હું એક જ કહીશ કે સુખ-સંપત્તિ માંગો તે કુંતી બ્રાન્ડની જ માંગ. ગાંધારી બ્રાન્ડની કદાપિ નહીં. કુંતી પોતાના સુખે સુખી છે. ગાંધારી બીજાના દુઃખે સુખી થાય છે.
45455456457451