________________
૧૧૭
; સાચો “લીડર નેતા એ કહેવાય કે જે પક્ષને સત્ય તરફ
દેરી જાય. જેને ખેટા પક્ષના પણ હિતે જાળવવાના આ કામ કરવા પડે છે તે ખરી રીતે પાટી“લીડર નથી.
પાટી લેબર છે. પક્ષને મજૂર છે. 5 અમે પણ ચાલીને વિહાર કરીએ છીએ. વારંવાર
જોઈએ છીએ કે રોડ પર જેટલા અકસ્માતો થાય છે તેમાંના મેટા ભાગના overtake (ઓવરટેઈક) માં થતા હોય છે. આ સંસારમાં પણ જ્યાં overcake
થાય છે ત્યાં અકસ્માત થાય છે. ક (ગાંધારીએ કુંતીને પાછળ પાડવા ખૂબ પ્રયત્ન કર્યા
પણ જાણે કુંતીએ (overtake) ઓવરટેઈક કર્યું. ગાંધારીને ગર્ભ પહેલાં રહ્યો પણ જન્મ તે કુંતીએ જ યુધિષ્ઠિરને પહેલાં આએ. આ પણ તેમની ભાવિ ઈર્ષ્યાનું એક કારણ બન્યું હતું.) 1 તમે બધા માનો છે કે સંપત્તિ, સામર્થ્ય અને શક્તિ
હેવી એ સુખ છે. પણ હું તમને સાબિત કરાવી આપું કે એ બધુ દુઃખ છે. તમારી મોટર–તમારી સંપત્તિ જોઈને જ્યાં સુધી તમે કોઈને હતાશા – નિરાશા કે નિસાસા નાંખતા નથી જોતાં ત્યાં સુધી તમને તમારી મેટર આવ્યાનો આનંદ નથી લાગતો. અર્થાત્ તમને તમારા સુખને રંગ જામેલે ત્યારે જ લાગે છે કે તમારા સુખથી કઈ દુ:ખી થાય. જે તમારી સંપત્તિ એ સુખ હત–તો તેને બીજાને સુખ આપ્યું હોત અને બીજાને સુખ આપવા વડે જ તમે સુખી બન્યા હોત.