________________
૧૧૧ મળ્યા પછી વાત વિચારાશે. અને આમેય આ યુદ્ધમાં ખરે યશ તે મારા મિત્ર-પુત્ર કંસને જ ઘટે છે”....
વસુદેવને રાજગૃહીથી પાછા ફરતાં જ કૌષ્ટ્રકી નામને જ્યોતિષી મળી ગયે. તેનાથી વસુદેવે જાણી લીધું હતું કે જરાસંધની પુત્રી જીવયશા છે તે બહુ રૂપાળી, પણ તે સસરા અને પિતા બંનેયના કુળનો નાશ કરનારી છે. પોતાના મોટાભાઈ સમુદ્રવિજયને પણ તેઓએ જીવયશાના આ અપ મંગળની વાત કરી. સમુદ્રવિજય અને વસુદેવ કઈ જરાસંધને નારાજ કરવા નહોતા માંગતા. પિતાના પરાક્રમના ઈનામ તરીકે પ્રાપ્ત થતી જીવયશાની સાથે પરણવાની વસુદેવને ઈચ્છા પણ નહોતી. અને તેથી જ વસુદેવે સમુદ્રવિજયની આજ્ઞા લઈને જરાસંધને કહેવડાવવાનું વિચાર્યું કે આ વિજય ખરેખર કંસને જ આભારી છે. માટે જીવયશાના લગ્ન કંસની સાથે જ જરાસંધે કરવા. પણ સમુદ્રવિજય જાણતા હતા કે એક વણિક પુત્ર કંસની સાથે જરાસંધ પોતાની પુત્રી જીવયશાને નહીં પરણાવે.
શા કંસ કેને પુત્ર ?
વસુદેવે કહ્યું, “ઘણીવાર કંસને પોતાને ય એમ લાગે છે કે પિતે વૈશ્ય નથી. મને ય એમ લાગે છે કે આ ક્ષત્રિય