________________
૧૧૦
સંધે સમુદ્રવિજયને યાદ કર્યા. બેન કુંતી ! તમારા બંધુ સમુદ્રવિજયની પાસે દૂતે આવીને જણાવ્યું કે સિંહપુરીને રાજા સિંહરથ માથા ભારે થઈ રહ્યો છે. કેઈનેય ગાંઠ નથી. જરાસંધથી આ જરાય સાંખી લેવાય તેમ ન હતું. માટે તેને સમુદ્રવિજયની સહાય લેવી ચગ્ય લાગી હતી. અને જે આ સિંહરથને પકડીને લાવે તેને પોતાની જીવયશા નામની પુત્રી આપવાની પણ જાહેરાત કરી હતી. આપના બંધુ સમુદ્રવિજ્યને હવે રાજગૃહી તરફ જવું જરૂરી લાગ્યું,
ત્યાં જ નાના બંધુ વસુદેવ હાજર થયા. મોટાભાઈ બંધુ સમુદ્રવિજયને સમજાવ્યું કે આ માટે પિતાને રજા આપે. વસુદેવ પિોતે તો શક્તિશાળી હતા. પણ સાથે કંસ પણ ભારે શૂરવીર હતો. લોકોને પણ આ વ્યાપારી પુત્ર કંસ મહાન ક્ષત્રિય જેવું - પરકમ દેખાડતે હતો તેનું આશ્ચર્ય હતું. વસુદેવ ખુદ પણ આશ્ચર્યમાં હતા કે કંસ વણિક થઈને આવી શસ્ત્રબાજી કેવી રીતે કરી શકે છે? પણ કંસ આગળ તેવી શંકા રજૂ કરવાનું કેઈનું સાહસ ન હતું. વસુદેવ અને કંસ રાજગૃહી ઉપડી ગયા. ખૂબ પરાક્રમ વસુદેવે દેખાડયું. પણ સિંહરથ ઊતરે એ ન હતું. જે વસુદેવ એકલા આવ્યા હોત, અને કંસને સાથે ન લાવ્યા હોત તે સિંહરથે કંઈક જુદો જ ચમત્કાર બતાવ્યું હોત, પણ કંસની યુદ્ધ વિશારદતા આગળ સિંહરથ હાર્યો. કંસે પ્રચુર પરાક્રમ કર્યું. પણ યશ પ્રાપ્ત કર્યો વસુદેવે.
વસુદેવ પર જરાસંધ ખૂબ પ્રસન્ન થયા ખૂબ ભેટ આપી અને પિતાની પુત્રી જીવયશાની સાથે લગ્ન કરવા વિનવણી કરી. પણ વસુદેવને જીવયશા સાથે લગ્ન કરવાની મુલ ઈચ્છા ન હતી. તેણે જરાસંધને કહ્યું-“મેટાભાઈને