________________
૧૦૮
પ્રકાર છે. પણ કુંતીએ તેા દાનશીલ-તપ-ભાવ ચારે ય પ્રકારના ધર્મ આરાધી આ ફળ મેળવ્યું છે માટે તેનું નામ ધર્મ મુનુ' રાખા. આ જ બાળક ભવિષ્યમાં અજાતશત્રુઅજાતારિ' એવું નામ પામ્યા હતા.
# કારક દ્વારા કુંતીના પિયરને સવિસ્તર હેવાલ
આપણે તે હવે તેખાળકને યુધિષ્ઠિરના નામથી જ એળ ખીશુ’. યુધિષ્ઠિરના જન્મ મહેસવ અદ્ભુત રીતે ઉજવાચે. કુંતીના પિયરથી પેલા કારક પણ આ શુભ સમાચાર ાણીને હસ્તિનાપુર આવી પહેાંચ્યા હતા. કુ તી લગ્ન બાદ પિતને ઘરે એકવાર પણ જઈ શકી ન હતી. એટલે પિયરનાં માણસને જોતાં ગળગળી થઈ ગઈ. પેાતાના પિયરિયાની ખબર લેવાને આતુર બની હતી. આપણે પણ યુધિષ્ઠિરના આ જન્મ ટાણે તેના મેાસાળીયાની ખબર લઈ એ.
કારકે કુંતીને પેાતાના રાજાઓને! ઈતિહાસ કહેવા માંડયો. “ એન કુ ́તી ! મહારાજા અંધકવૃષ્ણુિએ તેા આપણા મધુ સમુદ્રવિજયને ગાદી પર બેસાડીને દીક્ષા લઈ લીધી.