________________
૧૦૯ આપના બંધુ સમુદ્રવિયે પિતાના નાના ભાઈ વસુદેવ આદિ પ્રત્યે ખૂન્ને જ પ્રેમ રાખતા હતા. અને ખૂબ જ સ્નેહ અને સંપથી રહેતા હતા. આ વસુદેવને એક સુભદ્ર નામના એક વ્યાપારી સાથે ખૂબ મિત્રી હતી. આ વ્યાપારી-વણિકને કંસ નામનો પુત્ર હતો. કંસ ખૂબ જ તોફાની હતો. તેના પિતા તેનાથી હેરાન થઈ ગયા હતા. તેને લાગ્યું કે વ્યાપારીને દિકરો હોવા છતાં ય આવા તોફાન કરે છે એનાં કરતાં વસુદેવને ત્યાં મોટો થાય અને શસ્ત્ર ચલાવતા શીખે તો ભવિષ્યમાં કંઈક નામ કાઢશે. વસુદેવે પણ જોયું કે આ તોફાનને દબાવવામાં સાર નથી. પણ તેને કઈ કામે લગાડી દેવા જેવું છે. વસુદેવે પોતાના મિત્ર સુભદ્રના પુત્ર કંસને યુદ્ધના દાવે શીખવામાં લગાડી દીધે. સંહારક શક્તિને સર્જક શક્તિ તરફ વાળવા પ્રયત્ન કર્યો. સુભદ્રાના પુત્ર કંસની અને વસુદેવની મૈત્રી ખૂબ જ જામી ગઈ. વસુદેવ પણ કંસને પોતાની સાથે જ રાખવા લાગ્યા.
કંસ અચ્છ યુદ્ધ વિશારદ બન્યું. તે કઈ એવો અવસર શોધતો હતો કે તેના પરાક્રમની સહુને પ્રતીતિ કરાવી આપે.. એવો અવસર પણ આવી મળે.
કફ સિંહથિ-વસુદેવ તથા કંસનું યુદ્ધ
રાજગૃહીના રાજા જરાસંઘ અને શૌર્યપુરના રાજા સમુદ્રવિજયને ખૂબ મૈત્રી હતી. મૈત્રીના નાતે એકવાર જરા--