________________
૧૧૨
પુત્ર જ હોવું જોઈએ. નહીં તો મારી છાતી ય ધડકાવી દે તેવું પરાક્રમ કરી શકે ? અને એને નિર્ણય એના પિતા સુભદ્રને પૂછવાથી જ ખબર પડે.
સમુદ્રવિજયે સુભદ્રને બોલાવ્યા. તેના પુત્રના પરાક્રમની વાત કરતા સમુદ્રવિજયે કહ્યું –અહો કયાં તમારી વેપાર કુશળતા? અને કયાં તારા પુત્ર કંસની યુદ્ધ કુશળતા?.... બેને મેળ નથી મળતો. આ વાતને કંઈક સમજાવશો ?” અને પોતાના પુત્ર કંસના પરાક્રમથી ખુશ થયેલ સુભદ્રએ સાચી વાત કરી દીધી.........
તેણે કહ્યું-“રાજન ! સમુદ્રવિજય! આપ ચતુર છે! આ પરાક્રમી પુત્ર મારે ત્યાં કયાંથી હોય? તમારી શંકા
ગ્ય છે....પણ રાજન ! આ મારે પાલિત પુત્ર છે...સગે પુત્ર નથી. મેં એને મોટો કર્યો છે. મારે એના પર પ્રેમ છે. પણ એ મારો પુત્ર નથી...”
સમુદ્રવિજયે પૂછે છે-“તે આ કેને પુત્ર છે?” સુભટ્ટે જણાવ્યું– “મને તે યમુના નદીમાંથી કાંસાની પેટીમાંથી આ બાળક મળ્યો હતો. તેમાંથી એક મણિમય વીંટી પણ મને મળેલી. આ મણીમય વીંટી પર “ઉગ્રસેન” એવું નામ પણ લખેલું હતું. આની સાથે જ રાજન ! જ્યારે પુત્ર મને પ્રાપ્ત થયું ત્યારે એક લેખ સાથે હતો. લેખમાં જણાવ્યું હતું કે “આ મથુરા નરેશ ઉગ્રસેનની રાણી ધારિણીને પુત્ર છે.” રાણીને આ પુત્ર ગર્ભમાં આવતાં જ પોતાના પતિનું માંસ ખાવાના દેહલા થયેલાં રાજ્યમંત્રીએ કેઈપણ રીતે તે દોહદ પૂર્ણ કર્યો. પોષ વદ ચૌદશના આ બાળકનો જન્મ થયો છે.
પણ આ પુત્રપિતૃરી હોય....તેમાં શંકા નથી, તેથી