________________
, ૧૧૪
હોવા છતાં પુત્ર દર્શનથી ખુશ થઈ ગયા હતા અને પિતાના પુત્રના વિજયને પિતાને જ વિજય માની હરખાયા હતા. * કંસે મથુરાનું રાજ્ય પિતાને આધીન કર્યું. પિતાને પાલક પિતા સુભદ્ર વિગેરેને મથુરા લાવ્યા અને જાણે પિતાના જન્મદાતા પિતા હોય તેમ કૃતજ્ઞ ભાવે તેમની સેવા કરવા લાગ્યો.
વસુદેવ મહેલમાં કે જેલમાં
બેન કુંતી ! હવે વસુદેવ આ વિજય બાદ નગરમાં ચથેચ્છ વિહરવા માંડ્યા. વસુદેવ તે આમેય રૂપાળા અને પાછા બનીઠનીને ફરે. શહેરની સ્ત્રીઓ તેમના તરફ નજર માંડી જાય અને વસુદેવ પણ છેડછાડ કરી બેસે, ડાહી પ્રજાને આ ન ગમ્યું આ અધિકારી લોકોની વચમાં આવું હીન કાર્ય કરે તે લોકેથી સહન ન થયું.
સમુદ્રવિજ્ય પાસે ફરિયાદ પહોંચી. સમુદ્રવિજયે ખૂબી કરી. એક વિશાળ મહેલ તેની કીડા માટે તૈયાર કરાવ્યું. વસુદેવને ખબર પણ ન પડવા દીધી કે તેને આ મહેલમાં શા માટે રોકી રાખ્યો છે. ખરેખર તે આ મહેલ એ એક જેલ હતી. પણ વસુદેવ તે સમજી નહોતો કર્યો. તે એમ સમજતો હતો કે મને અહીં આનંદ-પ્રમોદ માટે રાખે છે. મહેલમાં એકવાર દાસીની સાથે વધારે પડતી છેડતી કરી. દાસીએ પણ વસુદેવની પરવા કર્યા વિના કહી દીધું –
મોટાભાઈએ આ જેલમાં તને પૂર્યો છતાંય તું સીધે ન થયે. ગામના લેકે તારી છેડછાડથી કંટાળ્યા હતા. એટલે