________________
૧૦૫
બોલાવવા માંડી. પિતાના પતિ ધૃતરાષ્ટ્રને તો ઠીક પણ પરિવારના પૂજ્ય ભીષ્મપિતામહની સામે પણ છણકાપૂર્વક બોલવા માંડી. કુળવૃદ્ધા અને વિશ્વાસુ નોકરે પર તો તેને જુલમ વરસવા માંડ્યો. તેઓ ભૂલ ન કરે તો એ ગાંધારીના ભવાં ચઢેલા રહેવા માંડયાં. અને પેલી બિચારી કુંતીને તે ગાંધારી જુએ એટલી જ વાર ! પિતાના પેટ તરફ ગર્વથી જોઈને કુંતીને કહે-અરે કુંતી ! દીકરા તો દેવને ય દોહ્યલા હોય. તારે શું છે ? અને કુંતી નીચે નજર નાંખી દે. “ભલે રાજ્ય તમારા પાંડુનું ચાલે છે પણ હવે થોડા ધીરા પડજે. ભાવિને રાજ્ય વારસદાર તો મારા પેટમાં જ છે.” કુંતી શું કરે ? ગર્ભ ધારણ કરે એ હાથની વાત નથી. આમેય સ્ત્રીને સંતાનની ઈચ્છા હોય જ. તેમાંય ગાંધારી કુંતીને ખાટી સ્પર્ધામાં ઉતારે છે. કુંતીએ ઘણીવાર તે વાતને હસી કાઢી. પણ વારંવારના તિરસ્કારથી કુંતીનો આત્મા સળગી ઊઠયો. તેને પણ હવે પુત્રની ઈછા સતાવવા માંડી. પણ તે શાણી હતી. જે વાત દુનિયાના કે પ્રયત્નથી શકય ન હોય તે ધર્મથી શક્ય છે તેવું તે જાણતી હતી. કુંતીએ ધર્મા રાધના ખૂબ જ વધારી દીધી. જિનપૂજામાં ખૂબ જ એકાગ્ર બની. હજારો અબોલ જીવોને અભયદાન આપવા માંડી. વાર તહેવારે સાધમિક બંધુઓની સુંદર ભક્તિ કરવાની શરૂ કરી. દીન–અનાથને જોઈને તેનું હૈયું પીગળી જતું હતું. તેથી તેઓના ઉદ્ધાર કરવાના અનેક માર્ગો ચે . દાન તે પાર વિનાનું કરવા માંડી. આ બધા ધર્મ કાર્યના પ્રભાવે તેણે એક દિવસ પાંચ સ્વપ્ન જોયા, સમુદ્ર, મેરુપર્વત સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મી. આવા પાંચ ભવ્ય સ્વપ્નને જોઈને કુંતી