________________
૧૦૪ મદ્રરાજની પુત્રી માદ્રી પણ યૌવનમાં પ્રવેશ પામી ચૂકી હતી. કુંતીના પગલે હસ્તિનાપુરનું નામ પણ વિખ્યાત બન્યું હતું. મદ્રરાજે પણ પાંડુના અનેક ગુણે સાંભળ્યા હતા તેમણે પણ પિતાની પુત્રી માદ્રીના લગ્ન શ્રી પાંડુ સાથે નકકી કરી નાંખ્યા. શ્રી પાંડુનું રાજ્ય હવે કુંતી અને માદ્રી બંનેય પટરાણીથી શેભે છે.
: ગાંધારીને ગર્ભ ધારણ
ધૃતરાષ્ટ્ર-પાંડુ અને વિદુર યૌવન વચના અનેક સુખ ભગો ભેગવતાં શાંતિથી જીવન આગળ વધારી રહ્યા છે. કાળ તો એકધારો જ વહે છે. પણ સુખી માનવનો કાળ કદાચ ખૂબ જ ઝડપથી વહેતો લાગે છે.
ગાંધારીને ગર્ભના સ્પષ્ટ ચિહ્નો જણાવા માંડ્યા. ભીષ્મપિતામહની આંખ આગળ ત્રીજી પેઢીના નિશાનો સ્પષ્ટ થવા માંડ્યા. દિવસો જતાં ગાંધારીને દેહદો પેદા થવા માંડ્યા. તેને પુરુષને વેષ પહેરવાનું મન થતું. ગાંધારી પુરુષને વિષ પહેરી યથેચ્છ વિહાર કરતી. હાથી પર સવારી કરવી તે તેને ખૂબ પ્રિય લાગવા માંડી. અરે! એવું અભિમાન એને થવા માંડ્યું કે ઘરના વડીલેને પણ તિરરકારપૂર્વક