________________
૮૩
થતું હોય પણ તેજ વ્યક્તિ જ્યારે દૂર હોય છે ત્યારે જાણે અંતર જોડે બંધાયેલી લાગે છે. તેમાંય કુંતીને તે શ્રી પાંડુએ સાક્ષાત્ હજી જોઈ નથી. એટલે જ તેના હદયમાં અનંત ઉત્સુકતા ઉભરાવા માંડી છે. દુઃખ માનવને સમાજથી એકલે પાડે છે. સહુથી વિખુટા થઈ એકાંતમાં રહેવા પ્રેરે છે. પાંડુ પણ આજે એકલે વનની વાટે નીકળી પડયે છે. ક્યાં જવું છે? એ નક્કી નથી પણ જાય છે....દૂર સુદૂર જાય છે, જંગલની નિરવતા શ્રી પાંડુને પોતાના કાલ્પનિક જગતમાં વિતરણ કરવામાં કેઈ અંતરાય કરતી નથી. તેમને ઝાડની શાખાઓમાં આજે કુંતીના દેખાવનો આભાસ થાય છે. પણ આ કલ્પના સૃષ્ટિને સહજવારમાં વિલીન કરી નાંખે. તેવી એક વાસ્તવિકતા તેની સામે આવે છે.
23 શ્રી પાંડુને અજાણ્યા યુવક
પર નિઃસ્વાર્થ પરોપકાર
એક વૃક્ષની નીચે એક મુછિત યુવકને પાંડુ જુએ છે. પાંડુ, તે યુવાનના મુખ પરનું તેજ જોતાં આ બને છે. યુવકે ચેતના ગુમાવી છે. પણ શ્વાસ હજી ચાલે છે. યુવક મૃત્યુ પામ્યા નથી પણ તેના પાંચેય અંગમાં મેટા ખીલા મારી દેવામાં આવ્યા છે. લેહીની ધારાઓ વહી રહી છે.