________________
ઊંચકીને અહીં નાંખે છે. મને મૃત્યુને ઘાટ ઉતારવા જ તેણે આ પાંચ ખીલાથી મને જમીનમાં જડી દીધે હતો. પણ મને લાગે છે આ જંગલમાં પણ તારા જેવો કઈ દૈવી માનવ મારા પુણ્ય આવ્યું છે ને નિષ્કારણ કરુણા કરીને તેં મને બચાવ્યા છે. બંધું તું કેણ છે? એ પ્રાણદાતા ! મારા પિતા સમાન, સજ્જન પુરુષ! તું શા માટે આ જંગલની વાટે આવ્યું છે” પાંડુએ પણ પિતાને પશ્ચિય આપ્યો. ખૂબ મધુર વાતો થઈ. શ્રી પાંડુ ઘેર પાછા ફરવા ઉતાવળ કરવા લાગ્યા. વિદ્યાધરે જોયું કે આ સજજન પુરુષ પાંડુએ કેટલે બધે મારા ઉપર ઉપકાર કર્યો છે છતાંય કે નમ્ર અને પ્રિય લાગે છે. વિદ્યારે કહ્યું –ાઈ! પાંડુ! કોઈ તારા અંતરની વાત કહે, અંતરની વાત વિના મૈત્રી હેશે નહીં. મૈત્રી હોય ત્યાં અંતરની વાત ઉછળ્યા વિના રહે નહીં, શ્રી વિશાલાક્ષની આવી વાત સાંભળતાં જ પેલું અંતરનું મહામહેનતે રોકી રાખેલું દુઃખ શ્રી પાંડુના ચહેરા પર ઉપસી આવ્યું વિદ્યાધર વિશાલા હાથ પકડીને કહ્યું “બંધુ તેં તો મારે ઉપકાર કર્યો પણ તું દુઃખી છે. તું શા માટે દુઃખી છે? એ કહે. શું તને એમ લાગે છે કે હું તારું દુઃખ પણ સહુદયતાથી સાંભળી ન શકું. એટલો હું નાલાયક છું ?” શ્રી પાંડુની અડગતા સામે વિશાલાક્ષ આશ્ચર્ય પૂર્વક જુએ છે. શ્રી પાંડુના હેડ જરાય ફરકતા નથી. પણ આંખ અને મોં પર વિષાદને સાગર ઉભરાતો દેખાય છે.
સજ્જન વિશાલાક્ષ કહે છે-“બંધુ ! જે હું મારા ઉપકારીની અંતરની વાતને વિસામે ન બનું તે હું