________________
co
હે કમલાંગીતું જરાય ડરીશ નહીં. હું બીજે. કેઈ પુરુષ નથી પણ તારે જ પ્રિયતમ છું. અને તારા. મોગરાના ફૂલ જેવા વેત ગુણેથી જ પ્રેરાઈને હું અહીં આવ્યો છું. હે સુંદરી ! ચિત્રપટમાં જ્યારથી તારું રૂપ જોયું ત્યારથી તે મારું મન હરી લીધું છે. અને હવે તો તે મારા મન-વચન અને જીવન ઉપર અધિકાર જમાવી દીધો છે.” ત્યાં જ ધાત્રી બેલી ઉઠી. “લે ! બેન બા ! તમે તો ઉતાવળા થતા હતા. પણ લે, હવે તે તમારા પ્રિય અતિથિ આવી ગયા છે. મન ભરીને તેમનું સ્વાગત કરે.
જક શ્રી પાંડકુમાર તથા કુંતી કુમારીના
ગાંધર્વ વિવાહ
કુમારી કુંતીએ પિતાના શેકને ક્યાંય ફગાવી દીધા છે. હવે રાજી રાજી થઈ ગઈ છે. શરમાતી શરમાતી પોતાની ધાવમાતાને કહે છે. “માતા ! હું શું જાણું આ મેઘરા મહેમાનનું આતિથ્ય? આતિથ્યમાં તો માતા તું જ ચતુર છે. એવું સરસ આતિથ્ય કર કે”...અને ત્યાં જ ધાવમાતા બેલી, “આ પક્ષીઓ શુભ શકુને કરી રહ્યા છે. તમારા ગાંધર્વ વિવાહની તૈયારી કરું છું.” મને લાગે છે કે હું આતિથ્ય કરું એ કરતાં તમે બે પરસ્પરનું આતિથ્ય કરે.