________________
માટે માતા-પિતાએ આવો નિર્ણય લીધે ? શું માત્ર રૂપ એજ માનવ માટે સર્વસ્વ છે? પાંડુ ફીક્કા છે પણ શું તેના ગુણ મીઠા નથી? પણ આવી વાત કહેવી. કેના મેંઢે? કુંતી માટે પોતાની ધાવમાતા જ એક આધાર હતો. કુમારી કુંતી ધાવમાતાની પાસે દિલ ખોલીને કલ્પાંત કરે છે. કુમારી કુંતીને કોઈ આશાના ચિન્હો દેખાતા નથી. આખરે તેણે પિતાને નિર્ણય ધાવમાતાને કહી દીધું. કુંતી કુમારી કહે છે. “માતા ! જે શ્રી પાંડુ આ જન્મમાં નહીં મળે તો મારા પ્રાણ ભયમાં છે. હું તો મારા મનથી માનેલા પતિ શ્રી પાંડુ કુમાર વિના એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી.” ધાવમાતા ધીરજ ધરવા કહે છે. પણ કુંતીથી હવે સહન થાય તેમ નથી. આખરે તેણે પણ પિલા કદી નહીં જેએલા પણ ગુણોથી ગમેલા.........મનથી માનેલા પતિની પાછળ સાહસિક થવાનું નકકી કર્યું છે. આજે કુંતી છાવમાતાને લઈને જંગલમાં ગઈ છે. ધાવમાતા આગળ કુંતી પોકે પોકે રડી રહી છે. શ્રી પાંડુ કુમારને યાદ કરીને આજે તે તેણે ગળે ફાંસે દેવાનો નિર્ધાર કર્યો છે. ધાવમાતા ઘણી આજીજી કરે છે છતાંય કુંતીકુમારી માનવા તૈયાર નથી. ફાંસો તૈયાર કર્યો છે. ગળું અંદર નાંખી દીધું છે. અને છેલ્લી પ્રાર્થના કરતાં કુંતી કુમારી વન દેવતાને કહી રહી છે.
હે વનદેવતા! આ જન્મમાં તે ગુણવાન શ્રી પાંડુ કુમારને હું પતિ તરીકે નથી મેળવી શકી પણ આવતા જન્મમાં આજ શ્રી પાંડુ કુમાર જ મારું શરણ થાવ.”