________________
આટલું કહેતાંની સાથે કંઈક પિતાની જાતને કૃતકૃત્ય માનતા વિદ્યાધર વિશાલાક્ષ પોતાના નગર તરફ જવા ઉપડી જાય છે. આ તરફ પેલે વિદ્યાધર જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી પાંડુ જોયા કરે છે અને વિચારે છે–અહ? આ વિદ્યાધર કૃતજ્ઞ છે. આટલા નાના સરખા ઉપકારને કેટલો ભવ્યા બદલે? ધન્ય છે પરોપકારિતાના ગુણને. જેઓએ સંસારમાં જન્મ લઈને પરેપકાર કર્યો નથી એ ખરી રીતે તે હજી જમ્યા જ નથી,
વિદ્યાધર વિશાલાક્ષની મહત્તાના વિચારમાં મસ્ત બનેલા શ્રી પાંડુ કુમારની આંખ પિતાની આંગળી પર પડે છે. વીંટી દેખાય છે. અને પિતાની હૃદયેશ્વરી બની ચૂકેલ કુંતીને યાદ કરે છે. અને તે જ વખતે ચમત્કારિક રીતે પિતાની જાતને કઈ વનમાં જુએ છે. આ દૂર-સુદૂરના વનને તે કંઈક સમજવા અને તપાસ કરવા પોતાની દષ્ટિ દોડાવે છે...........
વિરહ વ્યથિત કુંતી કુમારીને
આત્મહત્યા પ્રયાસ
આ તરફ કુમારી કુંતી પણ જ્યારથી પાંડુ કુમારને ના પાડી છે ત્યારથી શેક અને સંતાપમાં સબડી રહી છે. શા