________________
* " એટલે માને છે તેમણે મહેરબાની કરીને આવા મહા
ભારત જેવા ગ્રંથે ન વાંચવા. - જીંદગી એટલે સ્વહિતને સીમિત કરીને પરહિતને
અપરિમિત રીતે સાધવાની પ્રકિયા. આવી પ્રક્રિયામાં જે માને છે તેના માટે મહાભારત અને રામાયણ
માર્ગદર્શક છે. - કુંતીના માતા-પિતા તરફથી પાંડુના લગ્ન માટે ના
આવી ભલે પાંડુ આ કારી ઘાને ઝીલે છે. પણ તે પિતે આ આખા સંસારમાં એકલા અટુલો હોય તેવું
તેને લાગે છે.... 1 ખ્યાલમાં રાખીએ કે આ સંસારમાં તમારું કેઈ સ્વજન
નથી. તમારા પ્રશ્નો એ તમારા પિતાના જ પ્રશ્નો છે. તમે તમારૂં સમાધાન ન કરી શકે તે જગતની કે ઈપણ વ્યક્તિને તમારા સંપૂર્ણ પ્રશ્નોના સમાધાનમાં રસ હોય તે શક્ય નથી. દુઃખ થેડું હોય છે ત્યાં સુધી રસ્તો નીકળતો નથી. પણ જ્યારે દુ:ખ પણ હદ વટાવે છે ત્યારે તે જ દુ:ખમાંથી મુક્ત થવાને માર્ગ મળી જાય છે. શ્રી પાંડુ કુમાર ભયંકર વ્યથિત થયા છે અને જંગલને વાટે પહોંચ્યા છે. ત્યાં જ તેમના દુઃખને માર્ગ નીકળે હતો. માટે દુઃખમાંથી નીકળવાને માર્ગ શરૂઆતમાં ન જ મળતો હોય તે મુંઝાતા નહીં. દુખ ચરમ કેટિએ પહોંચશે ત્યારે દુઃખને પણ સુખમાં પલટાવવું પડશે..