________________
5
૯૮
..ઘેાડામાં સમજતા હૈાય તે કડીશ કે પર્માત્મા પરના પ્રેમ રિપૂર્ણ છે. પરમાત્મા સિવાય અન્યના પ્રેમ અપૂર્ણ છે. પણ ત્યાગ હોવાથી તે શુદ્ધ છે! માહુ તે અપૂર્ણ પણ છે, અશુદ્ધ પણ છે !
...કુંતી અને પાંડુ સમજદાર હોવા છતાંય ભૂલ કરી બેઠેલા કહેવાય જ. ભલે ગાંધવ વિવાહ થયા માદ પરસ્પર શરીર સોંગ કર્યાં, પણ વાત જાહેર ન કરી શકયા. જે વાત નિર્દોષ હેાય તેને જાહેર કરવામાં હર ન હાય. જાહેર કરવામાં ડર છે, ત્યાં સુધી સમજવુ કે તે નિર્દોષ નથી....!
વૃક્ષણિક આવેગાને શાંત કરીને જે દુઃખ આપણે સહન કરીએ છીએ, જો તેવા દુઃખ સહન કરીને પછી જ ક્ષણિક આવેગેાના સંતાષ કરવાના વખત આવતા હેાત તા....કદાચિત્ ઘણા સમજુએ પા૫ન કરત! પણ શિક્ષા ભાગવીએ છીએ ત્યારે શાણપણ આવે છે તે શા કામનું...? કુંતી યા શ્રી પાંડુ કોઈ પણ પેાતાની વાતને વડીલે સમક્ષ જાહેર કરી શકયા હૈાત તે....પુત્રને ગ’ગામાં વહાવી દેવાની ઘટના મનત નહીં !
ડાક મન જ ચમત્કારોની ઇચ્છા રાખે છે! ડરપોક મનને જ આકસ્મિક વરદાનેાની જરૂર પડે છે! જેને પાપ આચરતાં પહેલાં વિવેક પાપ કરતાં સભાનતા... અને પાપ થયા બાદ પણ ધીરજ છે તેને કોઈ દૈવી સહાયની જરૂર પડતી નથી....કારણ એ પોતે જ આ ત્રણ ગુણથી દેવ બની ચૂકયા હોય છે !