________________
કુમારી કુંતીએ કરગરી કરગરીને પિતાના સ્વામિ નાથને પિતાને જલદી બોલાવવા આવે માટે વિનંતિ કરી હતી. પાંડુકુમારે પણ કહ્યું..... હતું, આ હમણાં જ આવ્યો પણ આજે મહિનાઓ વીતવા આવ્યા છે. શ્રી પાંડુકુમારના પાછા ફરવાનું નામ નિશાન નથી. સૂર્ય ઊગે છે ને કુંતીમાં આશાને સંચાર થાય છે. આજે તે પાંડુકુમાર આવશે જ; આજે તો કોઈ દ્રત કંઈક સમાચાર લાવશે જ, પણ સૂર્યના અસ્ત થતાંની સાથે કુંતી નિરાશ થઈને સૂઈ જાય છે. ધાવમાતા ચતુર છે. કુમારી કુંતીના ગર્ભધારણના સપષ્ટ ચિત્રોને પણ ખુબીથી સંતાડે છે. મા–બાપને ગંધ આવવા દેતી નથી. પણ કયાં સુધી એ સંતાડશે એ ગુપ્ત કર્મને? આખરે કુમારી કુંતીને પુત્રને જન્મ થયો. ધાવમાતાએ એવા પેંતરા રચ્યા છે કે માતા સુભદ્રા અને પિતા અંધકવણને પુત્રી કુંતીને ગર્ભ રહ્યાનો કે બાળક જન્મ્યા કે
ખ્યાલ જ ન આવ્યો. પણ હવે શું થાય? હજી સુધી શ્રી પાંડુકુમારના કેઈ સમાચાર નથી. આખરે કંઈક ડરથી કંઈક શરમથી શ્રી કુંતીએ એક દુકાર્ય કરી નાખ્યું. જલા દેવ જેવા કુંવરને તેણે પોતાના ભાગ્ય પર છોડી દેવાનું નક્કી કર્યું. ધાવમાતાની સાથે યેજના વિચારીને બાળકને લઈને તે ગંગાના કાંઠે આવી. ગંગાના પવિત્ર તટ પર મણિના કુંડલ સાથે શેભિત કરીને તે પુત્રને એક પેટીમાં મૂકો. અને પિતાનું હૃદય જાણે પાણીમાં વહાવતી શ્રી કુંતીએ હોય તેવી રીતે તે પુત્રને અનિચ્છાએ પણ ગંગાના પ્રવાહમાં વહાવી દીધું. “અરે કુટિલકાળ! તું એક જ વાર માનવને મર્યાદા ભૂલાવીને પછી કેવા મર્યાદા વિનાના દુ:ખે આપી શકે છે !'