________________
આજુબાજુમાં અન્ય કોઈ દેખાતું નથી. સજજનેની પાસે કર્તવ્ય નામની કંઈ એવી કમનીય કારીગરી છે કે તેમને પિતાના ક૯૫ના જગતમાંથી સહજવારમાં જ વાસ્તવિકતામાં લાવી મુકે છે. હમણાં શ્રી પાંડુના મગજમાંથી કુંતી તદ્દન ભૂંસાઈ ગઈ છે. તેઓ આ મૃત્યુના આરે આવેલા માનવીને બચાવવા પ્રયત્નો કરે છે. શ્રી પાંડુએ ધીમે રહીને પેલા યુવકના શરીરમાંથી ખીલા કાઢયા. ધીમે ધીમે પિતાની મણિવાળી વટીનું પાણી ઘા પર સિંચતા ગયા. પેલા યુવકને કંઈક કળ વળી. યુવક સ્વસ્થ થયો. વનની અનેક ગુણકારી વનસ્પતિઓના પ્રભાવે પીડા મુક્ત થયે. પીડા દૂર થતાં જ પેલા નવયુવકે પુછયું-“મારા પ્રાણદાતા ! તું અહીં કયાંથી આવ્યો? મારે ઉપકારી તું કોણ છે ?”
પાંડુ આ સેવાને મળેલા અવસરથી અને સહજ રીતે થયેલા પરોપકારથી પ્રસન્ન હતા. આજે તેમનો આત્મા પરેપકારના કર્તવ્યથી જાણે ખીલી ઊઠો હતો.
ભાઈ ! હું તો હમણું અહીં આવ્યો છું. પણ આપ પરદેશી લાગે છે. આપ કેણ છે?” અને પેલા નવયુવકે પિતાને પરિચય આપે.
તાર કૃતજ્ઞ શિરોમણિ વિદ્યાધર વિશાલાક્ષ
હું વિશાલાક્ષ વિદ્યાધર છું. વૈતાઢય પર્વત અમારા વિદ્યાધરેનું નિવાસ સ્થાન છે. મારા પરમ શત્રુએ મને ત્યાંથી