________________
શકુનિ” એટલે “ધૃતરાષ્ટ્રને સાળો! શું આ સાળા. શનિની મેલી કરતતથી જ “સાલે” એ ગાળ બની ગઈ હશે. તમે સાળાથી ચેતતા રહેજે એમ કહીએ તો. તમને ગમશે. પણ તમેય કેઈના સાળા છો. તમારાથી બધા ચેતતા રહે તેવું કહીએ તો ના ગમે ! સત્ યુગમાં બધા ભલા જ હોય અને કલિયુગમાં બધા હલકા જ હોય તેવું તો સાચું નથી લાગતું. પણ કલિયુગમાં ભલાઈ ઉતરતી કક્ષાની હોય છે તે માનવું પડે છે.
બાકી તે સત્ યુગમાં પણ “યુધિષ્ઠિર હતા તે શકુનિ પણ હતા, “રામ” પણ હતા તો “રાવણ” પણ હતા “ગૌતમ’ હતા તે “ગશાળ પણ હતે. અર્થાત આ કલિયુગમાં આવીને નાની પણ ભલાઈ કરશે તો પણ તમારી ભલાઈ મેટી લેખાશે. “ભીમની જેમ મા-બાપ માટે કુંવારા રહેવાની તમારે આ યુગમાં જરૂર નથી પણ મા–બાપનું સારી રીતે ભરણપોષણ કરશે તય કલિયુગમાં ચમકી ઊઠશે. આજને કાળ જોતાં લાગે છે કેઈ ચકેશ્વરી દેવીને આરાધક હોય કે ન હોય, કોઈ અંબિકા દેવીને આરાધક હોય કે ન હોય, કઈ પદ્માવતી માતાને આરાધક હોય કે ન હોય, પણ પિલી લુચ્ચાઈ દેવીને. આરાધક તો આજે ઘરેઘરે જોવા મળે છે. પેલા. શકુનિને લુચ્ચાઈ દેવી જાણે સાક્ષાત્ પ્રસન્ન હોય તેવું લાગે છે.