________________
૭૭
વાત નિર્વિવાદ છે. સીધા બીજે પગથિયે પગ મૂકના ચૂક્યા છે. પોતે પડયા છે અને અન્યને પાડી નાંખ્યા છે. દમન પહેલાં શમન કરવા ગયા તે
પતન પથના મહેમાન થયા છે. સ દમનની કડક જમીન કર્યા વિના શમનને રેડ
બાંધી શકાય નહીં. માં ઈન્દ્રિય તે બેફામ ગુંડા જેવી છે. પહેલા તેના પર
દમનથી હુમલો કરે. ઈન્દ્રિયે શરણાગત થશે. પછી તેની જોડે શમનથી સુલેહ કરે તે ઈન્દ્રિયે હમેશાં એક સાધેલા ગુંડાની જેમ વિકારેથી તમારું રક્ષણ કરશે. આચાર” એ કેટલો સુંદર શબ્દ છે પણ તેને ય અતિ લગાડવામાં આવે તે “અત્યાચાર જે વિનાશક અર્થ થઈ જાય છે. જીવનમાં કેઈપણ વસ્તુની “અતિ; વિકૃતિ અને વિનાશ તરફ પ્રેરે છે. વિચિત્રવીર્યનું મૃત્યુ એક અતિકામ સુખની કરુણ ઘટનાનું દયનીય પરિણામ હતું! મહાપુરુષોના હૃદયમાં જ્યારે ભયંકર વેદના પ્રગટે છે ત્યારે પ્રશ્નનું નિરાકરણ અવશ્ય આવે છે. ભીષ્મપિતામહને અંધ ધૃતરાષ્ટ્રને પરણાવવાની ચિંતા થઈ. એક નહીં, પણ ગાંધારી જેવી આઠ કુમારિકાઓ હાજર થઈ. આઠેય બહેનેને અંધ ધૃતરાષ્ટ્ર જોડે પરણાવવામાં શકુનિની કેઈ ગજબની ગણતરી છે.