________________
ત્રણેય લેકને આશ્ચર્ય પમાડે તેવી પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. વિદ્યાધરે એ “ભીષ્મ = બ્રહ્મચારી ભીષ્મની જ જાણે “ભીષ્મ પિતામહ” તરીકે સ્થાપના કરી દીધી. સદા માટેના નિઃસંતાન છતાંય સર્વોત્તમ નિઃસ્વાર્થ આ ભીષ્મ પિતામહની તેઓએ થાય એટલી સ્તુતિ કરી. મન મૂકીને પુષ્પવૃષ્ટિ કરી. વિદ્યાધરો તો ત્યાંથી જ સીધાવ્યા આ ભવ્ય પ્રસંગની વધામણી આપવા મહારાજા શાંતનુના રાજ મહેલમાં...પેલે. નાવિકરાજ હવે કશી દલીલ કરી શકે તેમ ન હતે.
ભારત ભૂમિને આ મહાન આદર્શ છે. એક યુવાવયસ્થ પુત્ર પિતાના સુખ માટે આખી જીંદગી બ્રહ્મચારી રહે છે. મહાભારતની પીઠિકાના આ પવિત્ર પુરુષને કોડ-કોડ વંદન કરવાનું મન થયા વિના ન રહે. એક દિવસની એક ક્ષણિક વાસને પુતિન ત્યાગ માટે કોઈ ભૂખ્યા વરૂની માફક ફાંફાં મારનાર લેકે આ ભીમની [ ગાંગેયની ] વાતમાં કઈ રીતે શ્રદ્ધા રાખશે ? તેમના જેવા માટે આ પાત્રો સમજવાની કોઈ તાકાત નથી ! ! !
અને... આ જ વખતે યુવરાજ ગાંગેયની “ભીષ્મ” ના નામે ઘેષણ થઈ.
ભીષ્મ – ભીષ્મ જ હતા. તેમના માટે ત્યાગ તે ડાબા હાથનો ખેલ હતે...!
નાવિકરાજ પાસેથી ભાવિ માતા સત્યવતીને લઈને વિદાય માટે ઉતાવળા થતા ભીષ્મ પિતામહને કંઈક રહસ્યમય વાતો નાવિકરાજે કહી. ભીષ્મ પિતામહ આ વાત સાંભળી મલકી ઉઠયા.. હસ્તિનાપુરના એક નગરજનમાં પણ કેટલી મહાનતા છે, ભીષ્મ પિતામહ મને મન વંદી રહ્યા હતા. પણ