________________
શ્રી પાંડુની રાજ્યપટ્ટપર સ્થાપના
ભીષ્મ પિતામહે માતા સત્યવતીને આશ્વાસન આપી ત્રણેય કુમારને ઉછેરવાની જવાબદારી પોતાને માથે લીધી. સદાય તેઓના હિતચિંતક જ હતા. નિષ્કામ ભાવે–અનાસક્ત ભેગી સમા ભીષ્મ પિતામહ જીવનમાં જે કાર્ય સામે આવે તેને ઔચિત્ય પૂર્વક પતાવવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણેય અભુત પ્રેમપૂર્વક જીવન વ્યતીત કરે છે. ભીમને થાય છે કે હાશ ....! આ સં૫ સદાય મારા પરિવારમાં ટકી રહે છે..... !! પણ કેઈનું ધાયું આ કર્મોએ સીધું ઉતરવા દીધું છે? ભીષ્મપિતામહ જાણે છે કે આ રાજ્યના અધિકારી કુમારે નાના છે પણ તેઓને જબાબદારીની સમજ આપવી જ જોઈએ. કેઈને રાજગાદી પર આરુઢ કરવો જોઈએ. ધૃતરાષ્ટ્ર આંધ છે. રાજગાદી પર બંધને ન બેસાડાય તેવો નિયમ છે. છતાંય ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્રને બોલાવે છે. કહે છે “ભાઈ ! આ ગાદી અંગે શું કરીશું ?” ધૃતરાષ્ટ્ર જવાબ આપ્યો, “પિતામહ ! આપે આમાં મને શું કામ પૂછ્યું ? મારે રાજ્યને શું કરવાનું?
જેને અંદરનું જગત જોવાનું જ વરદાન મળ્યું છે તેને અંતરના જગતમાં જ રાજ્ય કરવાનું હોય,
મારે વળી બહારની દુનિયાનું કામ શું છે? અને આપ જ જુઓને ! આપણા ભાઈ પાંડુ કેટલા એગ્ય છે!