________________
ચૂકયા હતા. પણ હવે શ્રી વિચિત્રવીર્ય પિતામહ ભીષ્મને ઉપદેશ ભૂલતા જતા હતા. ધીમે ધીમે અંતઃપુરમાં મસ્ત બનવા લાગ્યા. પુનઃ કામવાસનાએ માઝા મૂકી. શ્રી વિચિત્રવીર્ય રાત-દિવસનું પણ ભાન ચૂકી જતા હતા. પરિણામે પુનઃ શરીર ગળવા માંડયું. વારંવાર શ્વાસ ચડવા માંડે. નિરંતર ખાંસી રહેવા લાગી. ત્રણેય ચતુર રાણીઓ સમજવા માંડી કે હવે હદ થાય છે. વિચિત્રવીર્ય પણ આ દારુણ પરિણામને કયાં સમજતા નહતા? તેઓ જાણતા. હતા કે રોગો એ ભેગેનું જ પરિણામ છે છતાં ય પેલી ત્રણેય સ્ત્રીઓને જોતાં અનલ કામાસક્તિ ઉભરાઈ જતી હતી. ખાંસી અને શ્વાસ દ્વારા બહાર ડોકીયા ખાતે ક્ષયરોગ
. શરીર તે ઘસાઈને કાણાંવાળી જુની ગોદડી જેવું થઈ ગયું છતાંય વિચિત્રવીર્ય સ્ત્રી સંગને ડી ન શક્યા. આખરે એકવાર તેમણે સદાને માટે સ્ત્રીસંગને તે શું આ દુનિયાને પણ છોડવી પડી. આજ જીવલેણ રોગે? ના, આ જીવલેણ ભેગે જ તેમને ભેગ લીધે. શ્રી વિચિત્રવીર્ય પરલોક સીધાવ્યા. શ્રીવિચિત્રવીર્યના આ અકાળ અવસાને માતા સત્યવતીને વિવળ બનાવી દીધી. માતા સત્યવતીએ પુત્રને યાદ કરી કરીને સહુને રડાવ્યા પણ હવે રડવાને ય કશે અર્થ ન હતો. માતા સત્યવતી કુમાર અવસ્થામાં આવેલા બાળકો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને એશીયાળા સમજતી હતી. પિતામહ ભીષ્મ તે જાણે સંસારની બધી પરિસ્થિતિ સમાન સમજીને બેઠા હતા.