________________
ચિંતાને અંત આવે તેમ નથી. પાંડુની ચિંતા ભીષ્મપિતામહને આજે સતાવી રહી છે. તેને માટે તો કન્યા. સુયોગ્ય જ જોઈશે એને ખ્યાલ ભીષ્મપિતામહને છે. તેઓ ચારે બાજુ નજર દોડાવે છે. પણ...કઈ જુગલ જોડી ભીષ્મ પિતામહને દેખાતી નથી. તેથી માનવું જ પડે છે કે...... કાળ સહનું સમાધાન કરે છે. કેઈને ઈચ્છિત ચીજ આપીને સમાધાન કરે તે કેઈને અનિચ્છનીય વાતાવરણમાંથી મુક્ત કરીને સમાધાન કરે છે. પણ કાંઈક તે કરે જ છે.
શ્રી પાંડુ દ્વારા ભાવિ પત્ની કુંતીનું ચિત્રદર્શન તથા કુંતીનું માંગું.
એકવાર ભીમ અને પાંડુ બંનેય રાજવાડીએ નીકળ્યા છે. પિતાના રાજ્યની શેભા અને સુષમા જતાં બંને પ્રસન્ન છે. દૂર માર્ગમાં ઊભેલા એક સુંદર પુરુષના હાથમાં એક ચિત્ર છે. ચિત્ર જોતાં જ પાંડુ મુગ્ધ થયા છે. ચિત્રપટ પર જાણે પાંડુની આંખ જડાઈ ગયેલી છે. માર્ગમાં આવી રીતે ઊભા રહેતા પણ જાણે પાંડુને ક્ષેભ થયો નથી. સહજવારા ભીમ પિતામહ પોતાની સાથે ઊભા છે તે પણ ભૂલાઈ ગયું, ભીષ્મપિતામહ પણ ચિત્રપટ જુએ છે અને ચિત્રપટ પર મુગ્ધ બનેલ પાંડુને જુએ છે.