________________
કેઈક ભવ્ય ઇતિહાસ રહે તેવું સર્જન કરે. આજે હજારો વર્ષ બાદ પણ ભીષ્મનું ચરિત્ર વંચાય છે અને લોકે બ્રહ્મચર્યના નિયમ ધારણ કરે છે. શું તમારું ચરિત્ર થડીય પ્રેરણાની પરબ નહીં બને? કેટલાક લોકે શાસ્ત્રોની વાત અધુરી સાંભળે છે. ન સાંભળનાર કરતાં અધુરું સાંભળનારા વધારે બગાડે છે. શાસ્ત્ર સમજે, સાંભળે ને તેને યાદ રાખે. એક વૈદિક શાસ્ત્રની વાત છે. પુત્ર પ્રાપ્તિ માટે અબ્રહ્મસેવન દોષ નથી. [ જૈન શાસ્ત્રને આ વાત માન્ય નથી.] વૈદધમી હિન્દુધમીને શાસ્ત્રોમાં પણ પ્રજા પ્રાપ્તિ માટે સ્ત્રી સેવન માટે શું નિયમે કહ્યા છે તે તેમના ગ્રંથથી વિચારવા જેવું છે.
આ સંદર્ભમાં એક વાત આવે છે. એક કોઈ નવ યુવાને કોઈ પુરાણીને પૂછ્યું, “મહારાજા ! મારે તે પ્રજેત્પત્તિ કરવા સ્ત્રી સંગ કરવો પડશે.” પુરાણીએ કહ્યું, કામના આવેગ માટે તારે સ્ત્રી સંગ ન હોય અને પુત્ર પ્રાપ્તિ માટે જ સ્ત્રીસંગ હોય તો જીવનમાં એકવાર જ સ્ત્રીસંગ થાય.
નવયુવાન-મહારાજા ! આ કઠીન માર્ગ ! આ તો સાધુ જેવો માર્ગ છે.”
પુરાણું–“ભાઈ ! સાચે માર્ગ આ છે, હવે તું શું
નવયુવાન–મહારાજા! મારી આવી શક્તિ નથી. કંઈક હળવો માર્ગ બતાવે.