________________
દરેક રીતે ચગ્ય એવા ભાઈ પાંડુને રાજગાદી પર આરુઢ કરે. તેમના ન્યાય માટે મને આદર છે. તેમના વિનયથી હું ખુશ છું. તેમના શૌર્ય માટે મને અભિમાન છે તેને ગુણે પાછળ આખું હસ્તિનાપુર મુગ્ધ છે ! આમેય હારમાં જે મધ્ય હોય છે તે જ નાયક ગણાય છે. પાંડુ અમારા ત્રણેયમાં વચલે છે. તેથી તે જ નાયકને લાયક છે.”
ભીષ્મ પિતામહ જુએ છે કે ધૃતરાષ્ટ્રના હૃદયમાં હજી જરાય પાપ આવ્યું નથી. અરે ! આ પાપ કયારે આવે છે માનવમાં? માનવ જ્યારે પોતે અનુયાયી વર્ગ વાળે અને ત્યારે. પુત્ર પરણે નહીં ત્યાં સુધી માતા માટે મરતો હોય છે અને પછી કોણ જાણે શું થાય છે કે તે માતાને મારતો થાય છે. પિતાનો ચાહક વર્ગ, પિતાને અનુયાયી વર્ગ જેમ વધતે. જાય છે તેમ માનવ માને છે કે હું મેટ થયે છું. પણ..... વાસ્તવિક રીતે તે તે અનુયાયી વર્ગ જ પિતાના અખંડ અને પવિત્ર સામ્રાજ્યમાંથી પોતાને છુટો પાડે છે. પણ ધૃતરાષ્ટ્ર અને વિદુરમાં આ ભાવ નથી. ભીષ્મ પિતામહે પાંડુને રાજ્યગાદી પર બેસાડયા. રાજ્યગાદી પર આરૂઢ થયેલ પાંડુએ કદી એ આગ્રહ નથી રાખે કે આ મારી ગાદી છે. એમણે તે રાજ્યગાદીને એક વ્યવસ્થા માની છે, હકક નહીં. વ્યવસ્થા માનીને ભેગવે તે શાંત રહે, હક્ક માનીને ભેગવે તે ઉપદ્રવી થયા વિના રહે નહીં. આજે તે આ વ્યવસ્થા જામી ગઈ છે. રાજ્યગાદી પર આરૂઢ થયેલ પાંડુને કદીય મોટા ભાઈ ધૃતરાષ્ટ્રના ચરણમાં પ્રણામ કરતાં સંકેચ થયે નથી. કદી તેમને પૂછીને કામ કરતાં તેને વાંધે આ નથી. ત્રણેયનું શાંત, સંપીલું અને સ્વસ્થ જીવન આગળ વધી રહ્યું છે.