________________
વાત નાની..........ભાત મોટી
: ચઢો પણ ચેકસાઈથી.. ન્યુ. એમ્પાયર સ્ટેટનું ૧૦૫ માળનું મકાન. આજે બધીજ લીફટ બંધ. ત્રણ મિત્રે ૧૦૫ માં માળે રહે. ઉપર ચઢવું કેવી રીતે ? આટલી બધી લેફટ–રાઈટ કેવી રીતે કરવી? ઉપર ગયા વિના છૂટકે પણ ન હતો. ત્રણેય નક્કી કર્યું કે વાતો કરતાં કરતાં મંઝીલે પહોંચી જવું.
પહેલા મિત્રએ સુંદર વાત ચલાવી. લગભગ ૫૦ માળ સુખ–દુઃખે ઓછા થયો. હવે બીજાને વારે આવ્યો. તેણે વાત ખૂબ જામાવી. વચમાં વચમાં પેલે ત્રીજે મિત્ર વાત કરવાની પરવાનગી બંનેય પાસે માંગતો હતો પણ બેય જણે તેને વચમાં બેલવા ન દીધો. બીજા મિત્રની વાતમાં ને વાતમાં ૧૦૪ માળ ચઢાઈ ગયા. હવે માત્ર એક જ માળ બાકી હતા. પેલા બે એ કહ્યું, “ કહી નાંખ તારી વાત,
ક્યારને વચમાં બેલબોલ કરતો હતો. વાત ટૂંકી કહેજે.... તરત પૂરી થાય.” હા, ઉભા રહે, મારી વાત બહુ ટૂંકી છે. આપણે બધા હમણાં ઉપર તે ચઢી જઈશું...રૂમ પાસે પહોંચી જઈશું. હા, પેલા બે કહે હા...હા...પણ તારે શું કહેવું છે ? જલ્દી કહે. બસ, મારે એટલું જ કહેવું છે રૂમની ચાવી છે ને એ નીચે મારા સ્કુટરમાં રહી ગઈ છે. બેય બરાડી ઊઠયા– “શું કહે છે?” ચાવી નીચે રહી છે તે ઉપર જઈને કરશું શું ?” ત્રીજે મિત્ર કહે છે “એજ કયાર તમને કહી રહ્યો છું....પણ મા તમે કયાં સાંભળવા તૈયાર હતા....?
હવે બંનેય જણાના પગ ઢીલા થઈ ગયા. ઉપર ચઢ નારે ધ્યાન રાખવાનું છે કે ઉપર તે પિતે ચઢે છે પણ કશું અગત્યનું ભૂલી તો નથી ગયા ને !
જે ઉપર ચઢતાં ચઢતાં કશું અગત્યનું ભૂલી જાય છે તેને ન છૂટકે એકવારે નીચે આવવું જ પડે છે.